પ્રાર્થના

પ્રાર્થના - રિલ્પા જે. શાહ, માધાપર

ખુદાઈ એટલી આપ પ્રભુ મુજને,

હાથ કાયમ ઉપર રહે આશીર્વાદ આપવા.

દદર્ એટલા આપ પ્રભુ મુજને કે,

સર્વે દદર્ હળવા થઈ જાય સર્વેના.

આસ્થા એવી આપ મુજને પ્રભુ,

વિશ્વાસ છેલ્લા શ્વાસ સુધી રહે સઘળે.

મોત આવે ત્યારે કામનો પડઘો પડે,

એવો કે ક્ષણવાર જીવન થંભી જાય.

છેલ્લે મારું જીવન, સ્મિત અને આનંદ રહે.

સઘળું ભળી જાય, બળી જાય દેહની સાથે,

પ્રભુ શક્તિ એવી આપ કે, ક્યારેય

જીવનમાં નિર્બળતા ભૂલથી પણ આવે નહિ.

પ્રેમ, સદ્‌ભાવ, સંસ્કૃતિ, સ્મૃતિ જ રહે,

હું હોઉં કે ન હોઉં, આ બધું કાયમ રહે.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates