પ્રભુતાના પગલાંની માળા સાથે મોક્ષની માળ અવશ્ય પહેરીએ

પ્રભુતાના પગલાંની માળા સાથે મોક્ષની માળ અવશ્ય પહેરીએ - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

આપણે પ્રભુતામાં પગલાં માંડીએ છીએ ત્યારે અવશ્ય માળા પહેરીએ છીએ. એ તો સાંસારિક માળ છે. પરંતુ મિત્રો, હું તો મોક્ષની માળ. એટલે સમજી ગયાને. મારો નઝરાણું ઉપધાન તપ સાથે રહેલું છે.

અરે! ઉપધાન તપ એટલે આહાહા.. સંયમ જીવનનું રસાસ્વાદ જેમાં પ્રથમ ૪૭ દિવસનું, બીજું ૩૫ દિવસનું, ત્રીજું ૨૮ દિવસનું અને ૧૮ દિવસનું.

આ રીતે ઉપધાન તપની શરૂઆત વ્યક્તિ પોતપોતાની શક્તિ મુજબ કરે છે.

હવે આપણે જોઈએ છીએ કે ખાણી- પીણી, મોજ-શોખની જેમ ૯૯ યાત્રા, પાલિતાણા, ગિરનાર, ચોવિહારી છઠ્ઠ કરીને સાત યાત્રા કરનારું ત્રીજા ભવે મોક્ષ મળે છે એવું કહેવાય છે. ઉપધાન તપ, ૫૦૦ આયંબિલ, ક્ષીર સમુદ્ર તપ, માસક્ષમણ, સિદ્ધિતપ આવા તો અનેક.

આપણે તપ-જપ કરીએ એ તો સારી વાત છે. આટલું આપણું મન સાંસારિક કાર્યોની જગ્યાએ આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલો રહે છે.

જેમ કે ઉપધાન તપ કરવાથી સંયમ જીવનની એક નાની ઉપાસના જેમાં કાચું પાણી ત્યાગ. વસ્ત્રો પણ લિમિટેડ વાપરવાથી જીવોની વિરાધનાથી બચી જવાય છે. તપ કરવાથી કાયાની પૃષ્ટિ થાય છે. એકાંતરીએ એકાંતરીએ તપ હોવાથી વારંવાર ઠંડીમાતરાનું ઉપયોગ પણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે. સ્નાન ન હોવાથી જીવોની જયણા પળાય છે.

આમ સાંસારિક લાડુ પ્રભુતામાં પગલાં માંડીને ખાઈએ છીએ પરંતુ મોક્ષરૂપી લાડુનો પણ જીવનમાં એકવાર રસાસ્વાદ તો મેળવવો જ જોઈએ. જો ક્યારેક સદ્‌કાર્ય કરતાં કરતાં પૃષ્ટિ થશે તો જીવન ધન્ય બની જશે.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates