પાવર પંચ

પાવર પંચ - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

૧) જિંદગી તમને રડવાના સો કારણો આપે, તો એને બતાવી દો કે તમારી પાસે હસવાના હજાર કારણો છે!

૨) કાં કશુંક બનાવવા જીવી જવાનું હોય છે. કાં કશુંક કર્યા વગર મરી જવાનું!

૩) દરેક દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે એમ માનીને જીવી જાવ..

૪) જિંદગી એટલે જાતને શોધવી એમ નહીં, જિંદગી એટલે જાતને ઘડવી.

૫) જગતનું પરમ સત્ય અ દિવસ પણ ચાલ્યો જશે, સુખમાં અને દુઃખમાં આ વાક્ય યાદ રાખવું!

૬) હા જમાના હા. હવે તો તારો સમય આવી ગયો. મેં કહી’તી વાત તે તું મુજને સંભળાવી ગયો?

૭) સંકટભરી આ જિંદગીથી હારનારો હું નથી, સાગર ડુબાડી દે મને એવો કિનારો નથી, મારે સદા અજવાળા અંધારા કેરા પંથ સૌ, ચમકી અને તૂટી પડે એવો સિતારો હું નથી!

૮) રોજ સૂરજ આથમી પાછો ઉગે, તું ડરેલો દોસ્ત અમસ્તો હારથી દૂર, આશાનું કિરણ જો ઝગમગે, નાવ પાછી વાળ મા મઝધારથી!

૯) પરીક્ષા કે રિક્ષામાં ગુમાવવાથી નાસીપાસ ન થવું, એક જાય ત્યારે બીજી આવતી જ હોય છે.

૧૦) ભાગ્ય માટે કોઈના રાખો બિજા પર મદાર, ખુદ ન જ ઉગરે, ક્યાંથી કરે એ બીજાનો ઉગાર, એ બિચારા ધરતીને અજવાળવાના કઈ રીતે, જે હરી શકતા નથી આકાશનો અંધકાર!

૧૧) જો આપણે બધું જ જાણતા પૂર્ણાત્મા છીએ તો પછી આ પૃથ્વી પર શું ફોગટ ફેરો કરીએ છીએ.

૧૨) અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સહુ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં?

૧૩) આપણે શું કરવા માંગીએ છીએ તે આપણું સપનું છે અને આપણે શું કરી શકીએ એ આપણી ક્ષમતા છે!

૧૪) દરેકના ખભા પર સંજોગોનો બોજ હોય છે. અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઊંચકો છો!

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates