પિતાની વાત બાળકની સંગાથ

પિતાની વાત બાળકની સંગાથ - રોશની ગૌતમ શાહ, વર્ધમાન નગર, ભુજ

જાણી મારા આગમન ની વાત,
મળી તેમને મીઠી સૌગાત,
અનુભવી રહ્યું મન અનોખી અમીરાત,
આ છે, મારા પ્રત્યેના પ્રેમની શરૂઆત,
પિતા તો છે, સ્નેહ સાથેની મુલાકાત.

રાહ જોતાં એ અનિમેષ નયનો,
ક્યારે છૂટશે મારા બંધનો,
ઊમટી રહ્યો હ્રદયમાં વ્હાલનો દરિયો,
મને ભીંજાવવા આતુરએ રુદિયો,
પિતાએ વાત્સલ્યનો અણમોલ ખજાનો ધરીયો.

મારા આગમનની સાથે રડી પડી આંખો,
નીરખી મને, જોઈ મને,
ફીકા પડ્યા દુનિયાના રંગ લાખો,
છાતીએ વળગાડી મળી ગઈ સ્વર્ગ સુખની પાંખો,
પિતાનો તો પ્રેમ છે, અનોખો.

મોટો થતો હું હાથ પકડતો, ક્યારેક,
નિરાશ થતો, હું હતાશ થતો,
આલિંગનથી પિતાના ત્યારે,
નીડર ફરી હું બનતો જતો,
સ્વરૂપ પિતાનું એ, કદી ન વિસરતો.

સ્નેહથી તરબોળ કર્યો તો,
કઠોર બની સાવધ કર્યો,
પાઠ શીખવી હિંમત અને સાહસના,
મુશ્કેલીમાં, આગળ વધવા સજ્જ કર્યો,
પિતા છે, અનોખું વ્યક્તિત્વ, એવો મે તરજૂમો કર્યો.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates