પર્યુષણા પર્વ

પર્યુષણા પર્વ - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

જૈનોના દરેક પર્વનો રાજા આઠ દિવસ તપ, ત્યાગ, જીવદયા, અનુકંપા ને પાપ ધોવાનું પશ્ચાતાપ એટલે પર્યુષણ પર્વ.

આ પર્વના દિવસો ખૂબ અલ્પ પરંતુ કર્મને દૂર કરી ધર્મની લ્હાણી કરવાનો અનેરો અવસર.

ફક્ત આઠ દિવસ નાસ્તિક પણ આસ્તિક થઈને પૂજા, અર્ચના, તપ, ત્યાગ, પ્રતિક્રમણ કરે છે. અને સૌને ‘શાતામાં છો?’ ને ‘મિચ્છામિ દુક્કડમ્‌’ના શબ્દોની ઉષ્મા ફેલાવે છે.

ખરેખર અનોખું તપ. ઘણા મૌન અઠ્ઠાઈ રાખે છે. જેમ કે, ફક્ત આઠ દિવસ પાણી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બોલવાનું કંઈ નહીં. બાકી તો એકાસણા, બીયાસણા, આયંબિલ, પોરસી, સાઢપોરસી, પુરિમઢ્ઢ વગેરે. પર્યુષણથી અગાઉ ઘણા માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૫, ૧૧, ૨૧ ઉપવાસ કરે છે. બાળથી માંડીને વૃદ્ધ સુધી સૌ પોતપોતાની શક્તિ અનુસાર તપ, જપ કરે છે.

આમ પર્યુષણ પર્વ એ સાદગી, સમન્વયતા અને સ્નેહની સૌરભ પ્રગટાવે છે.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates