પર્યુષણના પાંચ કર્તવ્ય :
૧) અમારિ પ્રવર્તન - હિંસાની આગ ઠારે.
૨) સાધર્મિક ભક્તિ - સ્વાર્થની આગ સમાવે.
૩) ક્ષમાપના - વેરની આગ સમાવે.
૪) અઠ્ઠમનો તપ - સ્વાદની આગ સમાવે.
૫) ચૈત્ય પરિપાટી - અહંકારની આગ બુઝાવે.
પશુતાના નાશ માટે ૫ કર્તવ્ય :
૧) અમારિ પ્રવર્તન - ક્રૂરતારૂપ પશુતાને નાથવા માટે.
૨) સાધર્મિક ભક્તિ - સ્વાર્થાંધતા રૂપ પશુતાને ઓગાળવા માટે.
૩) ક્ષમાપના - દુશ્મનાવટરૂપ પશુતાને હણવા માટે.
૪) તપ - આસક્તિરૂપ પશુતાનો નાશ કરવા માટે.
૫) ચૈત્ય પરિપાટી - અહંકારરૂપ પશુતાનો છેદ ઉડાડવા માટે.
(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)