પપ્પાનો ૭૫મો જન્મ દિવસ

પપ્પાનો ૭૫મો જન્મ દિવસ - ફોરમ હરિકાન્ત શાહ, વિરાર (માંડવી)

ઉઠાવી છે આ કલમ ફરી એકવાર
કે જોડાયેલા છે પપ્પાથી હૃદયના તાર
એ હૃદયના તારમાં થયો લાગણીઓનો રણકાર
અમે નીકળી ઞયા સ્મૃતિઓની સફરમાં સમયની પેલે પાર

આવ્યા હશે કેટકેટલાય જીવનમાં પડકાર, પણ પપ્પાએ આપ્યાં સણસણતા જવાબ વારંવાર
કે પરિસ્થિતિઓ તો આવી કંઈક અને કર્યા ઘણાએ વાર
પણ પપ્પાએ કર્યા પોતાની સૂજબૂજથી એને ઠાર

પપ્પાની આ ૭૫મી જન્મ વર્ષગાંઠ પર થયું લખું એમના માટે એકવાર
જેમણે શીખવ્યું જીદંગીમાં મુશ્કેલીઓનો સામનો કરતા કંઈક વાર
કીધું હંમેશાં અને પ્રોત્સાહન આપ્યું કે મહત્વાકાંક્ષા અને મહેનતનો સાથ છોડવો ન કોઈવાર
બતાવ્યુ જીદંગીને કે દરેક પરિક્ષામાંથી સફળતા મેળવીને આવીશ બહાર

ઉઠાવી છે આ કલમ ફરી એકવાર
કે જોડાયેલા છે પપ્પાથી હૃદયના તાર
એ હૃદયના તારમાં થયો લાગણીઓનો રણકાર
અમે નીકળી ઞયા સ્મૃતિઓની સફરમાં સમયની પેલે પાર

પ્રેરણા આપી પપ્પાની આદતોએ અને શિશ્તબદ્ધ જીવનશૈલીએ કે જો ઈરાદા હોય બુલંદ તો કરી શકાય સર હિમાલયની પણ વણઝાર
કે લક્ષ્ય, સપના, ખંત, ધગશ, દ્રષ્ટિકોણ, યોજના, દૂરંદેશી હશે તો વિછાઈ જાશે તમારા પથ પર સફળતાઓની જાજમ દરેક વાર

કે ઝીલતા શીખો દુઃખ સુખ નિષ્ફળતા સફળતા એક સમાન મનોબળ રાખી અડગ અને ટટ્ટાર
કે આ તો સમયનું ચક્ર છે કયારેક પુષ્પોની બહાર તો કયારેક કંટકોનો પ્રહાર

ઉઠાવી છે આ કલમ ફરી એકવાર
કે જોડાયેલા છે પપ્પાથી હૃદયના તાર
એ હૃદયના તારમાં થયો લાગણીઓનો રણકાર
અમે નીકળી ઞયા સ્મૃતિઓની સફરમાં સમયની પેલે પાર

કયારેક એમના જમાનામાં બનેલી ઘટનાઓની મુલાકાત લેવા
તો કયારેક યુવાની, બાળપણના સંસ્મરણોમાં અમે ફરીને મારી આવ્યા એક લટાર
કહે પપ્પા અમારા સમયમાં આમ થાતું, આમ હતું, આમ ચાલતું, આવા વ્યવહાર, આવા લોકો, આવી લાગણીઓ અને સાંભળયુ અને અનુભવ્યું કંઈકવાર

સમયનાં વહાણમાં સ્મૃતિના શઢ ચઢાવી લાઞણીઓના મોજાઓ પર કીધા પ્રવાસ અપાર
કે એમની સાથે વિતેલા દિવસો હોય એક મોજીલો રવિવાર

ઉઠાવી છે આ કલમ ફરી એકવાર
કે જોડાયેલા છે પપ્પાથી હૃદયના તાર
એ હૃદયના તારમાં થયો લાગણીઓનો રણકાર
અમે નીકળી ઞયા સ્મૃતિઓની સફરમાં સમયની પેલે પાર

કોણ કહે છે પિતા હોય છે કઠોર, એ તો ફકત આવરણ છે બહાર
જરીક અંદર જુઓ તો લાગણીઓના આવેશ છે પુરબહાર
વાંચન, સંગીતના પ્રિય દરીયામાં લગાવી ડુબકીઓ લઈ આવે નવા નવા મોતી દરેક વાર

જીજ્ઞાસા, ઉત્સુકતાનો એમનામાં ના કોઈ પાર
એ વધારતા રહે શબ્દકોષોના ભંડાર
મારી એમની જુગલબંધીમાં ઊંડા ઉતરશો તો મેળવશો લાગણીઓ, સંશોધનો, ચર્ચા, યાદો, વાર્તાઓનો ભરમાર
પિતાપુત્રીનો આમારો સંબંધ અનોખો જેનો ના આવે કોઈ છેડો કે કોઈ સાર

ઉઠાવી છે આ કલમ ફરી એકવાર
કે જોડાયેલા છે પપ્પાથી હૃદયના તાર
એ હૃદયના તારમાં થયો લાગણીઓનો રણકાર
અમે નીકળી ઞયા સ્મૃતિઓની સફરમાં સમયની પેલે પાર

પત્રવ્યવહારથી લઈને વોટ્સએપ સુધી બદલી જીદંગીની વ્યાખ્યા ઘણી વાર
પણ પિતાનો પુત્રી સાથેનો સમીકરણ અડગ અને અમર છે એ તો રહેશે આવું જ ફોરમતુ ચમન હરેક વાર

જીદંગીના આ ૭૫માં શિખરે પહોંચેલા મારા સૂરજ સમાન પિતાને હરિ આપે દિર્ઘ આયુષી ઉર્જા, પ્રકાશ અનંત અને અપાર
એવી જ વિનંતી કરું હું પ્રભુજી ને દરબાર.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates