પાનખરના પાંદડા જેવુ જીવન બની ગયું છે

પાનખરના પાંદડા જેવુ જીવન બની ગયું છે - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

જેમ કે નાનો છોડ કુણો હોય છે, જેમ કે આપણી બાલયાવસ્થા, પછી થોડો મોટો છોડ એ યંગ અવસ્થા, વડલારૂપી વૃક્ષએ વૃદ્ધાવસ્થા

જેમ કે નાનાકુણા છોડ ને જેમ વાળીએ તેમ જે દિશામાં રાખીએ તેમ રહે છે, પછી એ છોડ થોડું મોટું થતાં પોતેજ પોતાની સ્થિરતા પકડી લે છે, અને પછી તો વડલા રૂપી છાયા દરેક ને ફેલાવી ને સૌ કોઈ ને આશરો આપે છે.     

વૃક્ષ સાથે માનવની સરખામણી કરવા માગું છું, જેમ કે પહેલા જીવન માં વસંત હતી, ચારે બાજુ હરિયાળી, હરિયાળી લીલુછમ મૌસમ, જાહોજલાલી, સમય અને સંજોગ ને અનુસરીને કુદરત ને મિત્ર બનાવી રહેવું, કુદરત સાથે કાળો કેર ન કરાય, નહિતર બહુ ભારે પડી જાય.

અત્યારની લોકડાઉનની પરિસ્થિતી આપણે સૌ વાકેફ છીયે, જાણી ગયા છીએ, જેમ કે માનવ હોય, પશુ, પંખી  કે પ્રાણી હોય  દરેક સાથે મૈત્રી કેળવો, માધુર્યતા લાવો.

દરેક જીવ માં શિવ છે, એ ધ્યાન માં રાખો, છોડી દયો ઈર્ષ્યા, અદેખાઈ કેવા દુનિયા માં પાપ થઈ રહ્યા છે, આ ધરતી માતા પાપ ને જીરવી શક્તિ નથી, ખરાબ કાર્યો, ખરાબ કુટેવો છોડી ને ઉચ્ત્તા કેળવવાનું પ્રયાસ કરીયે, સત્યનિષ્ઠા , પ્રમાણિક્તા આપણા જીવન માં ઉતારીએ.

લોકડાઉન માનવને ચેતવા માટે આપ્યું છે, માનવ ના કરા કારનામાની સબક આપી રહ્યું છે.

“અભિ તો ભઈ શરૂઆત હૈ.” ફીર આગે આગે દેખો હોતા હૈ ક્યાં ।

પાનખરમાંથી વસંતમાં આવવું હોય તો જીવન એવું જીવો કે લોકો તમને ફરી યાદ કરે, જેટલું બને તેટલું ધરમદ્યાન કરો આધ્યાત્મિક ઉર્જા પ્રગ્ટાવો માનવ ની માનવતાની સુવાસ ફેલાવી ને જીવન ચારે બાજુ સુસજ્જ કરીને પ્રકૃતિ પ્રેમી આપણે સૌ બની જઇયે, જેથી આપનું જીવન રૂપી પારાવાર યોગ્ય રીતે ચાલતું રહે તેમાં વિલંબ ન પડે આમ કરવાથી આપણાં જીવન માં પાનખર નહિ આવે હમેશા વસંત જ રહેશે.. લીલૂછમ, હરિયાળું, હરિયાળું………!

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates