પક્ષીનો પોકાર

પક્ષીનો પોકાર - વિનોદચંદ્ર કાંતિલાલ મહેતા, બોરીવલી (નખત્રાણા)

પક્ષી દર સાલ પોકાર કરે છે કે ક્યાંક અટકો, કાંઈક સમજો, તમારું જીવન તમને વહાલું છે તેમ અમારું જીવન અમને વહાલું છે. શા માટે અમારા જીવનમાં દખલગીરી કરો છો. અમારા શરીરને પીડા થાય છે. અમારા અંગો કપાય છે એવું કાર્ય તમે હોંશે હોંશે કરી રહ્યા છો. અમારી પીડાના સહભાગી ન બનો. આ કાર્ય જો તમે નહીં કરો તો તમારા સુખમાં જરાય ફરક નહીં પડે પણ અમારા કષ્ટમાં અનેકગણો વધારો થશે. તેમજ ઉડવામાં લાચાર બની જશું. અમારું જીવન ખતમ થશે એમાં શું તમારા આનંદમાં વધારો થશે? સમજો. કોઈને પણ સુખ મળે એવું કાર્ય કરો. પતંગ ઉડાવવાનું બંધ કરો. તે ન જ બની શકે તો ઉડાડો, પણ ચાયનાનો માંજો વાપરવાનું બંધ કરો. દર સાલ મકરસક્રાંતિના દિવસો પંતગોથી અનેક પક્ષીઓના જીવન જાય છે. શરીર છેદાય છે, પાંખો કપાય છે. નળી કપાય છે આ શું તમારા જીવન ઉપર કાંઈપણ અસર નથી કરતું?

ઘણા ધર્મીઆત્માઓ પંખીને બચાવવા અનેક પ્રયાસો કરે છે. દવાખાનામાં ઉપચાર કરાવીને એને સાજા કરી ગગનમાં ઉડતા કરે છે. જે ઉડવાથી જીવનભર લાચાર બની ગયા હોય એને એવા સ્થાનમાં રાખે છે કે જ્યાં એ બાકીનું જીવન પૂર્ણ કરે છે. આપના જીવનને આનંદ આપે એવા અનેક સાધનો નીકળ્યાં છે. અમારા જીવન સાથે શા માટે ચેડાં કરી રહ્યાં છો?

ધર્મ કહે છે આ જગતમાં, જીવ બધાનો સરખો છે,

કર્મ હો ભલે ઉંચાનીચા, આતમ સૌનો સરખો છે.

મુક્તિનો અધિકાર સૌ પ્રાણીનો સરખો છે.

સરખા સૌને તું સમજી લે સૌની ઉપર પ્યાર થશે.

તારો પણ ઉદ્ધાર થશે ને એનો પણ ઉદ્ધાર થશે.

 

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates