હું ને મારી બહેન

હું ને મારી બહેન - જલ્પા ભાવેશ શાહ, લંડન (માંડવી)

સાથે સાથે, ખાતાં-પીતાં મોટા થયા,
સૌને ખવડાવતાં-પીવડાવતાં મોટા થયા !
હસતાં-રમતાં મોટા થયા,
સૌને હસાવતા-રમાડતાં મોટા થયા !

લડતા-ઝગડતાં મોટા થયા,
એકબીજાં ને માટે લડતા-ઝગડતાં મોટા થયા !
હતાશાને હરાવતાં, દુનિયાને જિતતાં મોટા થયા!

પણ કેવી છે આ દુનિયાદારી, મોટા થયાં ને છૂટા પડયા !

ભલે આપણે છૂટાં પડયાં
પણ હૈયા આપણા મળેલાં રહ્યા !
મારા આનંદમાં તુ ખુશ રહી ને
તારા દુઃખે હું દુઃખી થઇ

આગે પણ ફતેહ કરતા રહીશું
જીવનની જંગ જીતતા જશું
એકબીજાંને સમજતાં ને સમજાવતાં રહીશું
કરીએ પ્રભૂને અરજ આજ, છૂટે ના આપણો શૈશવનો સાથ !

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates