મને કહોને..

મને કહોને.. - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

મને કહોને

મને કહોને પરમેશ્વર કેવા હશે?

કેવા હશે? શું કરતાં હશે?

ગગનની ઓઢણીમાં ચાંદા, સૂરજ ને

તારાના ગૂંથનાર કેવા હશે?                          

                              મને કહોને...

આંબાની ઉંચી ડાળીએ ચડીને,

મોરોને મૂકનાર કેવા હશે ?                            

                              મને કહોને...

મીઠા એ મોરનો સ્વાદ ચખાડી,

કોયલ બોલાવનાર કેવા હશે?                       

                              મને કહોને..

ઊંડા સાગરના મોજાં ઉછાળી,

ઘૂ..ઘૂ.. ગજાવનાર કેવા હશે?                 

                              મને કહોને..

હોંશે હુલાવનાર કેવા હશે?                            

                              મને કહોને.         

 

* * *

 

અમે

તારા નાના બાળ

અમે તો તારા નાના બાળ,

અમારી તું લેજે સંભાળ...                              

                              અમે...

ડગલે પગલે ભૂલો અમારી,

દે સદ્‌બુદ્ધિ ભૂલો વિસારી,

તુજ વિણ કોણ લેશે સંભાળ.                          

                             અમે...

દીન-દુઃખિયાના દુઃખ હરવાને,

આપો બળ મને સહાય થવાને,

અમ પર પ્રેમ ઘણો વરસાવ..                       

                              અમે...

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates