મુક્તકો

મુક્તકો - રોશની જી. શાહ, ભુજ

સ્થિતિ મનની

કેવી?

સુખ હાથવગું ન

ઓળખાયું.

***

નર્યો દંભ ભર્યો

મનમાં

કોઈ કેમ ‘હું’

ને ઓળખે?

***

ડાળીઓ ઝૂકી

ફળ આવતાં જ

થોડી સફળતા મળતાં

આપણે?

***

અમે સહુ મળ્યા

પ્રેમથી ઘરમાં

પણ,

મોબાઈલના.

***

અવમૂલ્યન જળનું

પરિસ્થિતિ વિકટ

છે કોઈ

ઉપાય?

***

ઋતુ (સમય) ભલે

બદલાય

સૂરજ કહે હું

યથાવત્‌.

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates