મળતા જ પ્રભુને મનને કેવી અદભૂત શાંતિ થાય છે

મળતા જ પ્રભુને મનને કેવી અદભૂત શાંતિ થાય છે - Foram Harikant Shah, Virar Mumbai (Mandvi)

મળતા જ પ્રભુને મનને કેવી અદભૂત શાંતિ થાય છે
કોઈક દિવસ આવી ને મળો મારા પ્રભુ ને પછી જુઓ કેવી ખુશી ની અનુભૂતિ થાય છે

પ્રભુની ભક્તિ ની એક અજબ શક્તિ છવાય છે
જયાં પ્રભુ નુ સ્મરણ હર એક ક્ષણ માં થાય છે

મળી ને જુઓ પ્રભુ ને નવરાશ ની પળો માં
થઈ તલ્લીન એમના ગુણગાન ની ક્ષણોમાં
થઇ ને એકાગ્ર જુકીને જુઓ એમના શરણ માં
કેવી હળવાશ અનુભવાય છે

મળતા જ પ્રભુને મનને કેવી અદભૂત શાંતિ થાય છે
કોઈક દિવસ આવી ને મળો મારા પ્રભુ ને પછી જુઓ કેવી ખુશી ની અનુભૂતિ થાય છે

સંસાર ની વ્યથા એકબાજુ
સમાજ ની પ્રથા એકબાજુ
મુકી સઘળી જંજાળ એકબાજુ
સમજાસે પ્રભુ નુ નામ જ છે એક સાચું
એમની આભા ની પ્રભા માં કેવી તલ્લીનતા રેલાય છે

મળતા જ પ્રભુને મનને કેવી અદભૂત શાંતિ થાય છે
કોઈક દિવસ આવી ને મળો મારા પ્રભુ ને પછી જુઓ કેવી ખુશી ની અનુભૂતિ થાય છે

દુઃખી ના દુખ થી પરે સુખી ના સુખ થી પરે
આખા જગત ના સોગ થી પરે કે પછી બધાં જ રોગ થી પરે
વાદળાં થાય અસક્ષમ આછાદીત કરવા જો મથે
તમે તો સંસાર સમુદ્ર ના સુકાની છો અરે
તમારા નામ સ્મરણ થી જ ભવોભવ ના જીવ તરે
તમારી ફોરમ સમગ્ર વિશ્વ માં ફેલાય છે

મળતા જ પ્રભુને મનને કેવી અદભુત શાંતિ થાય છે
કોઈક દિવસ આવી ને મળો મારા પ્રભુ ને પછી જુઓ કેવી ખુશી ની અનુભૂતિ થાય છે

કરો દશૅન એવાં કે ધોવાઈ જાય જન્મો જન્મ ના પાપ
મળો જયારે પ્રભુ ને તો બસ પાછુ ફરવાનું મન ના થાય છે

મળતા જ પ્રભુને મનને કેવી અદભુત શાંતિ થાય છે
કોઈક દિવસ આવી ને મળો મારા પ્રભુ ને પછી જુઓ કેવી ખુશી ની અનુભૂતિ થાય છે

તમે જ છો અંધકાર માં પ્રકાશ ફેલાવનારા તમે જ છો જીવન સંગીત
તમે જ છો અમારા જીવન દાતા ઓ વિધાતા તમે જ છો અમારા મન ના મીત
સુરજ છો તમે બતાવી અમને જીવન જીવવાની રીત
તમને મળી ને હૃદય માં પ્રીત જ પ્રીત રહી જાય છે
અંતર થી કોઈ અંતર ના રહે એ પરમાત્મા એ સવૉપરી થી એકાત્મતા કેળવાય છે

મળતા જ પ્રભુને મનને કેવી અદભુત શાંતિ થાય છે
કોઈક દિવસ આવી ને મળો મારા પ્રભુ ને પછી જુઓ કેવી ખુશી ની અનુભૂતિ થાય છે

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates