પગ નહી હાથ ખેંચવાથી તેજી આવશે

પગ નહી હાથ ખેંચવાથી તેજી આવશે - રોનિત પુશ્પકાંતભાઇ શાહ, વર્ધમાન નગર

તેજી અને મંદી સમય સમયની વાત છે બજારમાં એવી રીતે જ હોય છે કે મંદી બમણી અને તેજી અડધી જ હાથમા આવે છે આ એક અનુભવ પરથી કાઢેલુ તારણ છે પરંતુ આપણે અહીંયા બજાની નહીં પરંતુ સમાજના સંબંધોની તેજી-મંદીની વાત કરવાની છે કેમ કે બજારોનીતેજી-મંદી આપણા હાથમાં નથી પરંતુ સમાજ સોસાયટી તેમજ સંબંધોની તેજી-મંદી આપણા જ હાથમાં છે.

આજના મોંઘવારીના સમયમાં દરેક જગ્યાએ દરેક સમાજમાં અલગ અલગ પ્રકારના પરિવારો માણસો જોવા મળતા હોય છે જેમાં મહત્વની વાત પૈસા હોય છે કે પૈસા ટકે કેટલો સુખી છે કેમ કે જીવવા માટે પૈસા જરૂરી છે ઘણા બધા સમાજમાં સમાજની જરૂરિયાતો વાળા પરિવાર માટે ઘણી બધી સુવિધાઓ ફાળવવામાં આવે છે જે એક સમાજના સર્વાંગી વિકાસ માટેનો પાયાનો પધ્ધર સમાન છે કેમ કે કોઈ પણ સમાજ કે દેશ આગળ ત્યારે જ વધે જ્યારે બધાનું જીવન ધોરણ ઉંચુ આવે . ઘણીબધી જગ્યાએ ફક્ત વ્યક્તિના વિરોધમાં જ વિકાસ કે આગળ વધી શકતા નથી કે શકાતું નથી કેમ કે ત્યાં વિરોધ વિચારોનો નહીં  પરંતુ વ્યક્તિનો હોય છે પરંતુ જો આપણે કામ ન કરી શકતા હાઈએ તો જે કરે છે એમ ને પૂર્ણપણે સાથ સહકાર આપીએ એ પણ એક ધર્મનું જ કામ છે.

સમય બદલાય છે આજે દુનિયામાં સમય પોત પોતાનામાં ઝ્ગડીને નહીં પરંતુ એક થઈને રહેવાનો સમય છે તો એકલા હઇસુ તો ગમે તે ગડ કરી જશે તો આવા આખા ગામ સમાજ દેશને એક નવી ઊંચાઇ ઉપર લઇ જઇ શકિસુ એટલે હવેના સમયમાં ભેગા રહેવું અને કોઈ પણ સમસ્યા એવી નથી કે સમાજના અઢારે વર્ણ ભેગા થય અને ન ઉકેલી શકે.

પરંતુ ઘણીબધી જગ્યાએ અમુક લોકોનું કામ જ પગ ખેંચવાનું હોય છે એ લોકો તેજી ઈચ્છાતા જ ના હોય કોઈક સારૂં કામ કરતો હોય અથવા તો કરવાની ઇચ્છા હોય એટલે પગ ખેંચવાનું શરૂ કરી દે છે જેથી વ્યક્તિની કા તો કામ કરવાની ઇચ્છા મરી જાય અથવા તો તે વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દે. આજનો વર્ગ બધું જ સમજી શકે છે અને સમજદાર છે. સારું શું? સાચું શું ? બધું જ સારી રીતે સમજી શકે છે આવી પ્રવૃત્તિને કારણે આપણો આખો સમાજ પાછળ થશે.ખરી વ્યક્તિ સારું કામ છોડી ને જાય તો નુકસાન બધાને છે કેમ કે આ ઘોડ કળયુગમાં સામેથી સહાય કરે એવા મહાપુરુષો બવ ઓછા હોય અને માંડ તેજી આવી હોય અને મંદી પળભરમાં પરિવર્તિત થઈ જાય તો નુકસાન મોટું થાય છે એ આપણે બુદ્ધિજીવી વ્યક્તિ સારી રીતે જાણીએ છીએ કહેવાનો મતલબ બધા એ ભેગા રહેવુ કેમ કે અલગ અલગ તો જંગલના રાજા સિંહને પણ તકલીફ પડે છે તો આપને તો પડવાની જ છે.

એક વસ્તુતો નક્કી જ છે કે હાથ પકડવાથી આગળ કોઈ પણ જગ્યાએ વધાય  છે પગ ખેંચવાથી પોતાની તેમજ બીજાની ગતિમાં અવરોધ સિવાય કંઈજ ન મળે અને કાંઈ ફાયદો પણ નથી જો પગ ખેંચવાથી પોતાની ગતિ અવરોધાતી હોય તો આપણે મૂર્ખ છીએ કે બીજાની ગતિ સાથે પોતાના વિકાસ પણ અવરોધીએ છીએ, ધીમો પાડીએ છીએ અને પોતાના ગતિશીલ માર્ગને મંદી તરફ સામે ચાલીને લઈ જઈએ છીએ.

વાત સંબંધોની હોય કે સમાજની કે પછી દેશની બધી જ વાતમાં એક વાતતો સામાન્ય છે જ કે એકબીજા ને કેમ મદદરૂપ થઈએ એકબીજાને આગળ કેમ લાવીએ કેમ કે તેનાથી તમને આંતરિક ખુશી મળશે અને આંતરિક ખુશીથી મોટી ખુશી હોઈ જ ન શકે અને આ એક બહુ મોટી વાત છે . પહેલાના સમયમાં પણ આજ સમસ્યા હતી કે બધા જ રાજાઓ એક ન થયા અને  અંગ્રેજો સામે એક  થઈને ન લડ્યા કોઈને સત્તા જોઈએ કોઈને પૈસા જોઈએ આ બે વસ્તુના ભોગે આપણા ભાગે લંબાગાળાનું વનવાસ આવ્યું અને કંઈક મહાપુરુષોના બલિદાનના ભોગે દેશ આઝાદ થયો ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે કોઈક ને કોઈક પોતાનો જ ફુટેલો નીકળો પોતાનો જ પગ ખેંચવા વાળો નીકળ્યો અને યુધ્ધો આપણે હાર્યા છીએ એટલે હવે તો આપણે સમજવું પડશે કે પગ ખેંચવા કરતાં સાથ આપી હાથ ખેચીએ તો આપણે બધા જ ભાઈઓ ઉંચા આવીશું અને સમગ્ર દેશ ઊંચો આવશે જેથી દરેક વ્યક્તિઓ આજથી જ ફક્ત હાથ ખેંચીને ઉપર લાવીને પોતાના સમાજ તથા દેશમાં તેજી લાવવાના કાર્યનો આરંભ કરીએ અને આપણા અર્થતંત્રને મજબૂત બનાવીએ તેવી શુભેચ્છા.

પગ નહીં, હાથ ખેંચ તું

મંડી નહીં તે તેજી લાવીશ તું

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates