ઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત

ઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત - રવિન્દ્ર લવચંદ શાહ, ચેન્નાઈ

૧) ગુગલ એપના બેંકીંગ વેબસાઈટ (website) થી ક્યારે પણ બેંકીંગ પ્રવૃત્તિ ન કરશો. સુરક્ષાને ધ્યાનમાં રાખી official તમારી બેંકના ચોક્કસ portal URLને ધ્યાનમાં રાખી ઉપયોગ કરવો જેથી Hacker તમારી સાઈટનો દૂરઉપયોગ ન કરી શકે.

૨) ક્યારે પણ ગ્રાહકની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ઈન્ટરનેટ સાઈટ દર્શાવતી કંપનીની શોધ ગુગલ દ્વારા નહીં કરશો. આવી અનેક ડુપ્લીકેટ સાઈટ ઈન્ટરનેટ દ્વારા જોવા મળશે. જે હકીકતમાં Hacker દ્વારા ગુગલ ઉપર મોકલવામાં આવે છે.

૩) ગુગલને માધ્યમ રાખી ક્યારે પણ apps અને software ઉતારવાની ભુલ ના કરવી જેથી fake app સાઈટ ના ઉતરે.

૪) કોઈપણ શારીરિક દર્દ અથવા ચિકિત્સા તથા દવા વગેરેને ગુગલની સાઈટમાં જોવી નહીં અને કોઈપણ દવા ઓનલાઈન દ્વારા વગર પ્રીસ્ક્રીપ્શનથી ખરીદવી નહીં જે હાનિકારક નીવડે.

૫) ક્યારે પણ સ્વયંની નાણાકીય વ્યવસ્થા માટે ગુગલ ઉપર કોઈપણ સલાહ સૂચન કે માર્ગદર્શન લેવું નહીં એ પ્રક્રિયા તમારી નાણાકીય સ્થિતિ માટે હાનિકારક થશે.

૬) રાજકીય નોકરી અથવા રાજકીય નાણાંની વ્યવસ્થા - રોકાણની જાહેરાતોનું અમલ કરવું નહીં. આ પ્રક્રિયાથી નુકસાન જ થવાનું છે. કારણકે અસંખ્ય ખોટી વેબસાઈટ તમને જોવા મળશે ઓનલાઈન ઉપર.

૭) ઓનલાઈનથી ક્યારે પણ free........ અથવા આકર્ષક ઑફર સ્વીકારવી નહીં. લગભગ ૯૦% ખોટી આકર્ષક ઓફર તમને ઓનલાઈનથી જોવા મળશે. આવી આકર્ષક તકો તમને ગુગલની સાઈટ ઉપર અસંખ્ય જોવા મળશે જેથી આકર્ષિત થઈ કોઈપણ વસ્તુ ખરીદવી નહીં અને મંગાવવી નહીં. આ પ્રક્રિયા કરવાથી સાઈટ ઉપર જે જાહેરાત પ્રકાશિત કરનાર તમારા સર્વે બેંકોની ખાનગી માહિતી લઈ અને તમારી બેંકના તમારા ખાતામાંથી છેતરપીંડી કરે છે. સાવચેત રહેવું બહુ જરૂરી છે. આ જ પ્રમાણે તમારા ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ તથા પીન નંબર ક્યારે પણ જાહેરાતથી આકર્ષાઈને ઓનલાઈન અથવા કોઈપણ કંપનીનાં હોદ્દેદારોને આપવું નહીં.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates