નોકરી

નોકરી - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

હજી તો માનવ સર્જિત કોરોનાનો હાહાકાર શાંત નથી થયો, માનવીય યુદ્ધ આરંભાઈ ગયું, ત્યાંતો કુદરતનો કહેર વાવાઝોડું, ધરતીકંપ, મેઘરાજાની પધરામણી તે પણ અનરાધાર  ! ! ! કુદરત પાસે આપણું કાંઈ જ નથી ચાલતું  તે તો સ્વીકારી લેવાય પરંતુ માનવી જ માનવીનો દુશમન બની જાય તો ? ? ?   

આજની પરિસ્થિતિમાં ઘણાંને ઘણું જ નુકશાન થયું છે, સરકાર તે ભરપાઈ કરવાનો ભરપૂર પ્રયત્ન કરે છે, ઘણાં અંશે સફળતા મળી ચુકી છે, દરેક માનવી તન - મન - ધનથી આ અભિયાનમાં જોડાઈ ગયો છે, આ બધું તો થોડા સમય પૂરતું , પછી . . . 

જેમની નોકરી ગઈ છે તેમનું શું ? નથી તે હાથ ફેલાવી શકતો કે નથી તે જીવી શકતો, અનુભવ - આવડત - જ્ઞાન - જરૂરિયાત હોવા છતાં ગયેલી નોકરી પાછી નથી મળતી, જેમને જરૂરિયાત નથી તેમની નોકરી હેમખેમ જ છે ! ! ! 

જે લોકો સક્ષમ છે, તેમને કોઈ જ તકલીફ નથી, ઘર માં બેસી ને આ બધી તકલીફો નો સામનો કરી શકે છે, પરંતુ જે લોકો દરરોજ કમાય ને ખાવા વાળાનું  શું ? મહિને મળતા પગારમાંથી ઘર ચલાવતા પરિવારોનું શું ? 

લાગવગ, ભણતર, આવડતનાં આધારે મળેલી નોકરી છોડવા કોઈ જ તૈયાર નથી, એ પણ એવી મહિલાઓ કે જેમને નોકરીની જરૂર જ નથી, માત્ર ને માત્ર પોતાનાં શોખ પોષવા, સમય પસાર કરવા, નામના મેળવવા, ભણતર કે જે ગણતર વગરનું છે તે સાર્થક કરવા, ઘરમાં કામ ના કરવું પડે, દેખાડો કરવા, સુખ સગવડની આંધળી દોડમાં આગળ રહેવા, નોકરી કરે છે, જેનાં લીધે જરૂરિયાત વાળાઓની મૂળભૂત જરૂરિયાત સંતોષાતી નથી એ પણ આજની પરિસ્થતિમાં.

આજે જયારે વધારે સમય ઘર માં રહેવાનું છે, વડીલો, બાળકોને બહાર નથી નીકળવા દેવાનાં ત્યારે નારીએ, ઘર, વડીલો, વર, બાળકોનું ધ્યાન રાખવું, તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પૌષ્ટિક ભોજન પાણીની વ્યવસ્થા કરવી, કારણ કે બહારનાં ખોરાક પાણી હલનાં સંજોગોમાં હાનિકારક છે, અને આ બધું સંભાળતા સંભાળતા નાના ગૃહ ઉદ્યોગ ચાલુ કરી બેરોજગાર ને રોજગારી આપી શકે તેવી શક્તિ છે આજની નારીમાં, એમાં પણ જે નારી રત્ન ઉચ્ચ પદાધિકારી તરીકે કાર્યરત છે તે પોતાનાં હોદ્દાનો સદુપયોગ કરી આ અભિયાનમાં સફળતા મેળવીને પોતાનું યોગ દાન જરૂર આપી શકે. અનુભવ, જ્ઞાન, ગણતરમાં વધારો થાય તે નફામાં .

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates