નિઃશુલ્ક કાર્ડિયાક સંભાળ
Mahendra B2. Shah

નિઃશુલ્ક કાર્ડિયાક સંભાળ - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, મુંબઈ

કચ્છી ગુજર્ર ડૉકટરની વિશ્વમાં વિવિધ જગ્યાએ રહેતાં દર્દીઓની કાર્ડિયાક સંભાળ

મૂળ કચ્છ માંડવીના શાહ બુદ્ધિચંદ કેશવજીના પૌત્ર ડૉ. પ્રકાશ ધીરજલાલ શાહ જે અમેરિકામાં સ્થિર થયેલ છે, તેમણે ‘સોના શાહ હાર્ટ ફાઉન્ડેશન’સ્થાપેલ છે. જેનું મુખ્ય ધ્યેય દુનિયામાં કોઈપણ જગાએ નિઃશુલ્ક કાર્ડિયાક સંભાળ આપવાનું છે.

ડૉ. પ્રકાશ નીચેની ડિગ્રીઓ ધરાવે છેઃ ડૉક્ટર ઑફ મેડીસીન, ડૉક્ટર ઑફ ફીલોસોફી ઈન મોલેક્યુલર જેનેટીક્સ, ફેલો ઈન અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિઓલોજી, બોર્ડ સર્ટિફાઈડ ઈન ફોર ફીલ્ડઝ.

ડૉ. પ્રકાશ દર છ મહિને સ્થાનિક ડૉકટરો સાથે કેમ્પ યોજે છે જેથી દર્દીની સતત સંભાળ ચાલુ રહી શકે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના કેમ્પ ચિત્રકૂટમાં સદ્‌ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સાથે કાર્ય કરે છે. (સદ્‌ગુરુ સેવાસંઘ ટ્રસ્ટ પ્રદેશમાં ચિત્રકૂટમાં ચેરીટેબલ સંસ્થા છે. જે ભારતના ગામોમાં કેટરેક્ટ સજર્રીની સેવા આપે છે.) છેલ્લા પાંચ કેમ્પમાં કુલ્લે છ હજાર દર્દીઓને સેવા આપવામાં આવી છે. (સોના શાહ હાર્ટ ફાઉન્ડેશન બધા દદર્ીઓના મેડીકલ રીપોર્ટ રાખે છે જેથી ટેલી મેડીસીન દ્વારા હાર્ટ એટેકના દર્દીઓની તેમજ ક્રીટીકલ કેર દર્દીઓની અમેરિકામાંથી જ સંભાળ લઈ શકાય છે.)

સોના ફાઉન્ડેશને લગભગ સાત કલાક જેટલી દૂર હોસ્પિટલોમાં દર્દીને સ્પોન્સર કરીને જિંદગી બચાવતી સજર્રી કરાવી આપી છે. ડૉ. પ્રકાશ અને તેના સાથી ડૉકટરો પોતાના ખર્ચ માટે ફાઉન્ડેશનમાંથી બિલકુલ પૈસા લેતા નથી. ફાઉન્ડેશનના ફંડનો સો ટકા ઉપયોગ દર્દીઓ તથા સમાજની સંભાળ માટે કરવામાં આવે છે. લોકલ લીડર્સ સાથે કાર્ય કરતા સ્થાનિક સમાજના ભાઈઓના ખોરાક તેમજ સ્થાનિક નિશાળો માટે સપ્લાઈઝ સોના ફંડ સ્પોન્સર કરે છે.

૧)    સોના ફાઉન્ડેશન લેપ્રોસ્કોપીક સજિર્કલ ઈક્વીપમેન્ટનું દાન કરેલ છે અને સ્થાનિક સજર્નોને તેના ઉપયોગ માટે ટ્રેઈનીંગ આપેલ છે. એક અઠવાડિયામાં સીત્તેરથી વધુ સજર્રી કરેલ છે.

૨)    તેમણે લાઈફ સેવીંગ હાર્ટ સજર્રીની જરૂરિયાતવાળા ત્રીસથી વધારે દર્દીઓને સ્પોન્સર કર્યા છે.

૩)    શ્રીમતી સોના સ્થાનિક ગામડાઓમાં જઈ દરેક કુટુંબની સાઈઝ પ્રમાણે દાનમાં આપવાના બંડલ તૈયાર કરાવી લે છે. તેમણે કપડા માટેના ૨૫૦૦ બંડલ, અનાથાશ્રમમાં શાળા માટેની જરૂરિયાતોના ૪૦૦ બંડલ તથા ૫૦૦ બ્લેન્કેટ સ્થાનિક લોકોને દાનમાં આપ્યા છે.

૪)    તેમણે સ્થાનિક ફીઝીશિયનો અને નર્સોને જરૂરી ટ્રેઈનીંગ આપીને તૈયાર રાખેલ છે જેથી હાર્ટ એટેકના દર્દીઓને ટેલી મેડીસીનથી અમેરિકામાંથી ટ્રીટમેન્ટ આપી શકાય છે. દર્દી છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે ઈમરજન્સી રૂમમાં આવે એટલે ડૉ. પ્રકાશને ફોન કરીને જણાવવામાં આવે. ડૉ. પ્રકાશ હાર્ટ એટેક છે કે નહિ તે નક્કી કરી ટ્રીટમેન્ટ નક્કી કરી આપે. ગયા બે વરસમાં આવી રીતે ૮૦ દર્દીઓના ઉપચાર કરવામાં આવ્યા અને સદ્‌નસીબે બધા સાજા થઈ ગયા છે. આવા દર્દીઓને પછી મેડીકલ કેમ્પમાં તપાસીને યોગ્ય સલાહસૂચન આપવામાં આવે છે.

૫)    કેમ્પના દસ દિવસમાં ડૉ. પ્રકાશ ફક્ત કાર્ડિઆક દર્દીઓને જ તપાસે છે અને ૧૪૦૦ દર્દીઓની ટ્રીટમેન્ટ કરે છે. આવા દદર્ીઓના મેડીકલ રીપોર્ટ રાખવામાં આવે છે અને ડૉ. પ્રકાશ અમેરિકા પાછા જાય છે, ત્યારે કોઈપણ દર્દીને કોઈ વધુ તપાસની જરૂર હોય તો યોગ્ય પગલાં લે છે. તેમની પાસે સ્વયંસેવી ડૉકટરો અમેરિકામાં છે જે પલ્મોનરી ઈન્ફેક્સીયસ ડીસીઝ, હરમેટોલોજી, ઓન્કોલોજી અને જનરલ સજર્રીની જરૂરતવાળા દર્દીઓને વહેલામાં વહેલી તકે સંભાળી લે છે.

૬)    તેમના કેમ્પમાં અમેરિકાથી પેડીઆટ્રીસીઅન, વીમેન ફીઝીશીઅન, ફેમીલી પ્રેક્ટીશનર અને સજર્ન જોડાયા હતા.

૭)    તેઓ કાર્ડિઆક કેર યુનિટ તૈયાર કરી રહ્યા છે જે બે વરસમાં તૈયાર થઈ જશે.

૮)    ડૉ. પ્રકાશની Aurare Medical Centre, Kenosha અમેરિકાની ૧૦૦ ઉચ્ચ હોસ્પિટલોમાંની એક છે.

 

 

(કચ્છ ગુર્જરી જુલાઈ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates