નઈ સોચ - સાસુની મમતા

નઈ સોચ - સાસુની મમતા - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

રાધામાનો એકનો એક પુત્ર અકસ્માતમાં મરણ પામ્યો. જાણે કે તેમના જીવનમાંથી દિપકના અજવાળા ગયા.

વહુ દેવી, પતિ દીપકના મૃત્યુ બાદ સફેદ સાડી, હાથમાં બંગડી નહીં, કપાળે ચાંદલો નહીં. આ જોઈને રાધામાને તેનો દીપક વધારે યાદ આવવા લાગ્યો.

એકવાર દેવી સર્વિસે જતી હતી ત્યારે રાધામા બોલ્યા. વહુ બેટા! અહીં આવ. આજે તું મને એક પ્રોમીસ આપ.

દેવી કહે ભલે મમ્મી ! સાસુ બોલ્યા, ‘આજે તું રંગીન સાડી, હાથમાં બંગડી અને કપાળે ચાંદલો કરીને મારી સામે આવ. કારણકે હું જ્યારે તને શણગાર વગરની જોઉં છું ત્યારે મને મારો દીકરો વધારે યાદ આવે છે.’

દેવી રાધામાને આપેલા પ્રોમીસ સાથે તૈયાર થઈને સામે આવી. સાસુ કહે, ‘બેટા, આજ મને લાગે છે કે મારો દીકરો છે. તું પણ દીપકના ગયા પછી મારા માટે દીકરો બનીને જ રહી છો ને? તું મને પણ સાચવે છે અને ઘર પણ સંભાળે છે.’ દેવીને મમ્મીનો સાચો પ્રેમ મળ્યો. સાસુના વહાલમાં ભીંજાયેલી દેવીની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં. સાસુએ વહાલથી દેવીને ગળે લગાડી.

ધન્ય છે આવી સાસુને! વહુને મા જેટલો સાસુએ પ્રેમ આપ્યો. દેવીનું જીવન મહેંકી ઉઠ્યું.

 

 

 

 

(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates