દુનિયા એકવીસમી સદીમાં જઇ ચુકી છે, કોમ્પ્યુટર યુગ જોરશોરથી શુભારંભ કરી ચુક્યો છે, સોફ્ટવેરની દુનિયામાં બધા અટવાઈ ગયા છે, ઘણો બદલાવ આવી ગયો માનવીમાં, પણ નથી બદલાવ આવ્યો તો માત્ર ને માત્ર નારીની વ્યથામાં.
'' નારીની વ્યથા ''
--- સારી દિકરી ન બની શકી, , ,
જિંદગીની અંતિમ પળ ખબર નથી ક્યારે આવશે, પણ થોડા વર્ષો બાદ જિંદગીની પૂર્ણતાને આરે માવતરની અસ્વસ્થતાના સમયે પરિસ્થિતિ - સંજોગ - સમય હોવા છતાં પણ સાસરીની ફરજોમાં અટવાઈને ન જઈ શકનાર પુત્રીને જ્યારે તેમના પરલોક પ્રયાણ સમાચાર મળે તે વેળાની વ્યથા . . .
--- સારી પત્ની ન બની શકી, , ,
લગ્ન જીવનનાં દરેક વચન સહર્ષ સ્વીકારીને નિભાવ્યા, સાંસારિક જીવન ની ફરજો ને પ્રથમ પ્રાધાન્ય આપવા છતાં અપમાનિત કરવામાં આવે તે ક્ષણની વ્યથા . . .
--- સારી પુત્રવધુ ન બની શકી, , ,
પરણિત જીવનનાં રીત - રિવાજ - માન - મર્યાદા - વ્યવહાર નિષ્ઠા પૂર્વક સાચવ્યા છતાં પણ નફરત જ મળે, દહેજની માંગ, પતિ લગ્ન પછી કમાણીની આવકનો દરવાજો બંધ કરી પત્નીની કમાણીમાં તાગડ ધીન્ના કરવાની ચાહત, તે ક્ષણની વ્યથા . . .
--- સારી માતા ન બની શકી
માતૃત્વની જંખના તો પૂર્ણ થઇ, સંસ્કારોનો સિંચન કર્યું, ધર્મનું રોપણ કર્યું , ભણતર પણ આપ્યું ને કર્મ રાજાએ એવો ફટકો માર્યો કે કોઈ ભવમાં બાંધેલા પાપનો ઉદય થયો ને ચક્રવૃદ્ધિ વ્યાજ શીખે ચુકવણું કરવાનો સમય આવ્યો તે ક્ષણની વ્યથા . . .
--- જિંદગી માં ખટકો રહી ગયો કે . . .માતા પિતાની સેવાનો મોકો મળવા છતાં ગુમાવવો પડ્યો, પતિદેવ ખુશ ના થયા, સાસરિયાઓના ચહેરા પર હરખની લહેરખી ન લાવી શકી.