નખોદ વાળવું, પણ નવરા ન બેસવું

નખોદ વાળવું, પણ નવરા ન બેસવું - રોનિત શાહ, વર્ધમાન નગર

ન= નમ્રતા

ખો=ખોડવું    

દ=દોડવું

આપણે બધા જ નખોદ  શબ્દથી દૂર ભાગતા હોઈએ છીએ, પણ આજે આ નખોદ શબ્દનું પરિપૂર્ણ સ્વરૂપ જોઈને આપણે સમજીશું કે નખોદ વાળવું પણ કોઈ કામધંધા કર્યા વિના ન બેસવું.

હવેના સમયમાં જૂની માનસિકતા તાત્કાલિક બદલવાની જરૂર જણાઇ રહી છે. ઇતિહાસમાં ઘણા બધા ઉદાહરણો છે કે નવરા માણસો કાઈ જ ન કરી શકે તેને ખોટું સાબિત કર્યું છે. નવરા માણસો જે કાંઈ જ કરતા નથી તે માણસ જ સૌથી સર્જનાત્મક વસ્તુ સર્જી શકે છે. નવરા નખોદ વાળે એ કહેવત તદ્દન ખોટી છે. નવરા ઘણુંબધું કરી શકે છે, પણ સૌથી અગત્યની વાત તો એ છે કે તમે કાંઈક કરો, કામ થાય ના થાય, અપેક્ષા મુજબ સિદ્ધિ મળે ન મળે પણ નખોદનો જે “દ” છે દોડવું એ ચાલુ રાખવું, તો એક દિવસ જરૂરથી સુખદ બની જશે.

કોઈપણ કામ કરતા હોઈએ, તેમાં ઘણી બધી નિષ્ફળતા મળશે. ઘણીવાર તાત્કાલિક સફળતા મળ્યા બાદ બીજીવાર નિષ્ફળતા મળતી હોય છે, પરંતુ જો નિષ્ફળતા મળી તો આપણામાં ખામી છે, એવું સમજી લેવું નહીં પરંતુ આપણી કાર્યશૈલીમા ખામી રહે છે, જેથી કાર્યશૈલી સુધારવી, પોતાના કામ કરવાનો સ્વભાવ નહીં. હકીકતમાં કોઈ કામ ના કરવું એ જ નાખોદ છે. બાકી કામ કરતા હોઈએ તો નખોદ વડે જ નહીં. દરેક જગ્યાએ નમ્રતા વર્તીએ અને આપણા કામના તળિયા સુધી જઈએ અને એ જ કામમાં દોડતા રહીએ તો કોઈપણ કામધંધા નિષ્ફળતા મળતી જ નથી. કોઈપણ કામ ન હોય તો ઉભું કરીએ, પરંતુ નવરા તો ના જ બેસીએ. જો ઘણીબધી નિષ્ફળતા બાદ ડિઝની બેસી ગયા હોત તો આજે દિજનીલેન્ડનું નિર્માણ ના હોત. એટલે જ હમેશા જિંદગીમાં કાઈક ને કાંઈક કામ કારવામાં વ્યસ્ત રહેવું અને હા યાદ રાખવું કે કંઈક ના કરવુ એ જ સૌથી મોટું નખોદ છે અને નખોદની વ્યાખ્યા ઉપર જ આપેલી છે જે કામ કરે છે તેના માટે. કાંઈક ને કાંઈક કામ કરતા રહીએ તો નખોડ વડે જ નહીં, સખોદ જ વડે, એટલે કે નખોડની નકારાત્મક વિચારસરણી છોડીને સખોડની સકારાત્મક ઊર્જા લઈને કાંઈક ને કાંઈક કામ જિંદગીમાં કરતા રહેવું જોઈએ.

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates