નારી

નારી - રોશની ગૌતમ શાહ, (ભુજ) વર્ધમાનનગર

નારીની જ્યાં વાત કરી,
ક્ષણભર થોભી એ સન્નારી.

પરણીને સાસરે આવી જ્યારે,
પ્રેમથી કર્યા પોતાના સૌને ત્યારે.

લાડકવાયી દીકરી મારી, લાડકવાયો દીકરો મારો,
ઘર,પરિવાર,પતિતણો સંગાથ મારો.

સુવાસ ફેલાવી ચોમેર,
બની ધૂપસળીની ધૂમ્રશેર.

પિતૃગૃહ-શ્વસુરગૃહ ઉજાળ્યું,
બંને પરિવારનું માન-સન્માન જળવાયું.

નારી તું નારાયણી,
કહેવત નથી અજાણી.

નારી એક રૂપ અનેક,
ઇચ્છે તો દુર્ગા નું રૂપ એક.

નારીની જ્યાં વાત કરી,
ક્ષણભર થોભી એ સન્નારી.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates