મમ્મીની અગ્નિપરીક્ષા

મમ્મીની અગ્નિપરીક્ષા - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ (પત્રી)

તપસ્યા ની ફ્રેન્ડ વિધી આજે ઘરે મળવા આવી હતી..બન્ને મેડિકલ થર્ડ યર માં અભ્યાસ કરતા હતા..'વિધુડી..સેવમમરા ખાઇશ.? હમણાં જ બનાવ્યા..તપસ્યાની મમ્મીએ વિધીને પૂછ્યું..ના આંટી.. ભૂખ નથી...'ડબામાં પેક કરી દઉ છું.. ઘરે લઇ જા.. 'મમ્મી બોલી.. ઓકે આંટી.. થેન્ક યુ.. વિધી બાય કહીને ગઈ..

તપસ્યાનો પારો ચડેલો હતો.. મમ્મી..... સેવમમરા કઈ અપાતા હશે.. એની મમ્મી પાસ્તા .. પિઝા... સમોસા.. કેટલું ખવડાવે.. ને આ વિધુડી શું છે... કંઇક મોર્ડન બન.. બે વર્ષમાં એ ડોક્ટર થઇ જશે.. તોય વિધુડી બોલીશ? આખી દુનિયાની મમ્મી ફેસબુક.. ટ્વીટર.. વાપરે છે... તારે આ રસોડું ભલું ને ઘર.. આવી ગામડાઈ જ રહીશ? છટકીને જતી રહી તપસ્યા..

મમ્મી જોઈ જ રહી.. સાત સાત વર્ષ જેની રાહ જોઈ, કેટલી બાધા ને માનતા રાખી.. જેને હાથમાં લેવી જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી.. એના શબ્દોમાં આવી કડવાસ.. આંખમાં આંસુ આવી ગયા..

અગ્નિ વગર અપાવે અગ્નિ પરીક્ષા 

જેની કરી રહ્યા હતા ક્ષણે ક્ષણ પ્રતીક્ષા ..

તપસ્યાના દાદી આ જોતા હતા.. સાસુ વહુ વચ્ચે ખુબ મીઠાં સબંધ હતા.. અમને જોયુ બે પેઢી વચ્ચેનું અંતર.. કાંઈક કરવું પડશે એમ વિચારતા હતા.... વહુને બોલાવી અને કયું.. ફક્ત 1 મહિનો મારુ ક્યુ માન.. તપસ્યા દિલની ખરાબ નથી પણ આ ઉમર અને માહોલની અસર છે.. એ તારું મૂલ્ય જરૂર સમજશે...

પછી દાદીએ તપસ્યાને બોલાવી, 'દીકરી.. પરિવર્તન સંસારનો નિયમ છે.. તારી વાત સાચી છે.. પણ તારી મમ્મી બધા કામમાંથી સમય કાઢી નથી સકતી... પોતા માટે.. મેં કહ્યુ છે અને.. એ ચોક્કસ ટ્રાય કરશે.. પરફેક્ટ મમ્મી બનવા માટે.. પરંતુ તારે એક મહિનો તારા કામ જાતે કરવા પડશે.. તું તો હોશિયાર છો.. બધું આવડે છે તો પોતાના કામ મોટી વાત નથી.. મમ્મીને પણ સમય મળશે.. પોતાનામાટે'.
'દાદી... હું બધું કેમ કરીશ' તપસ્યાએ કીધું.. પણ પછી વાત સ્વીકારી લીધી..

અગ્નિપરિક્ષા સમયની પહેલી સવાર.. મમ્મી 7 'ઓ કલોક જીમ ગઈ.. તપસ્યાને ચા નાસ્તો જાતે બનાવવો પડ્યો.. પછી સાંજે મમ્મી પાર્લર ગઈ.. ફુલ મેકઓવર .. મોલમાં ગઈ થોડા વેસ્ટર્ન કપડાની શોપિંગ કરી.. સાંજે આવીને પણ તપસ્યાએ પોતાનો રૂમ સાફ કરવો પડ્યો.. કપડાં ઘડી કર્યા.. જમવાનું મમ્મીએ બનાવ્યું હતું.. દાદીને પીરસ્યું અને પોતે જમી.. કારણકે મમ્મી કિટ્ટી પાર્ટીમા ગઈ હતી.. ખુબ જ બીઝી શેડ્યુલ થઇ ગયો..એ થાકી જતી..પણ પોતે પોતાની વાત માં જ ફસાઈ ગઈ હતી..એમ ને એમ વીસ દિવસ વીત્યા. મમતાને અથડાઈ ને તપસ્યા પાછી પડી...

જયારે મમ્મી 'માં' મટીને 'મોમ'બની...

તપસ્યાની માસિક પરીક્ષા આવી.. ના તો મમ્મી ચા બનાવતી.. ના સવારે ઉઠાડતી.. ના ઘી સાકર ખવડાવતી.. ના ઘરમાં હાજર હતી પૂછવા કે પેપર કેવું રયુ.. તપસ્યા માં ને ઝંખવા લાગી..ઉપરથી બધું કામ ..1 મહિનામાં એ શારીરિક નબળાઈ ફિલ કરતી હતી.. મમ્મી બધું કેમ કરતી હશે ... મારાથી મારુ એક નાનું કામ નથી થતું.. એ વિચારવા લાગી.. કોલેજથી રીટર્ન થતા વિધી બોલી.. યાર , તારી મમ્મીના મમરા બહુ ટેસ્ટમાં બેસ્ટ હતા.. હજી એક ડબો લાવજેને.. જે સેવમમરાથી ટોપીક શરુ થયો.. તેની પ્રશંસા ઉપર અટકયા. 

લાગણીના રક્તથી જીવનનો બાગ સજાવ્યો,

કાંટાઓ ની વચ્ચે ઊગ્યું સુંદર મજા નું પુષ્પ..

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates