મોડર્ન લગ્ન - દાદાની દ્રષ્ટિએ

મોડર્ન લગ્ન - દાદાની દ્રષ્ટિએ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

સાત દાયકાની સફર,

હું અનુભવી મુસાફર,

જમાનો બદલાતો રહ્યો,

હું પણ સાથે ચાલતો રહ્યો

આંખની બારીએથી,

પૌત્ર લગ્નના દ્રશ્યો જોયા.

 

આ પાઘડી, ટોપી મૂકી,

લગ્નમાં મેં પણ સૂટ પહેર્યું,

ગરબા ફટાણા ગયો ભૂલી,

મેં પણ ડીજે ડાંસ કર્યું..

 

લાપસી અને કંસાર ભૂલી,

કેકને પણ અપનાવી લીધું,

વ્હાલથી વાળું કોણ કરાવે,

મેં પણ બુફે ડિનર કરી લીધું,

 

પણ જોઈ પૌત્રવધુને જયારે,

ત્યારે જબરું આશ્ચર્ય થયું,

કાલા ચશ્મા પહેરીને ડાંસ

વરમાળા પાછી હાથમાં,

સરકાવી ગઈ મન મારું,

ભૂતકાળના આકાશમાં,

 

એ શરમ, એ નીચી નજર,

એ ઘૂંઘટ પાછળની ચાંદની,

એ સોલ શણગારના રૂપને

કાલા ચશ્માંનું ગ્રહણ લાગ્યું,

બધું અપનાવી લીધું પણ સાચું કહું,

નવોઢા જોઈને મારુ મન ભાંગ્યું.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates