મિત્રતા

મિત્રતા - રોશની જી. શાહ, ભુજ

મળે મિત્રતાની ભેટ જ્યારે,

અદ્‌ભુત લાગણી દિલમાં થાય ત્યારે,

સગા-સ્નેહીનું સ્થાન ઘણું જીવનમાં,

પણ, મિત્રનું સ્થાન, અનોખું છે હૃદયમાં.

સ્નેહ, ઉલ્લાસ છે જેના સાનિધ્યમાં,

દુઃખો હળવા બન્યા જીવનના,

મિત્ર તો ઘણા હોય જીવનમાં,

પણ, મિત્રતા નિભાવી જાણે,

એ જ મિત્રતાને માણે.

ધનવાન કહીએ પાસ જેમની,

મિલકત તો છે બહુ ઘણી.

પણ, કૃષ્ણ સુદામા સરખી,

મિત્રતા છે પાસ જેની,

એ જ કહેવાય સાચો ધની.

સુખ-દુઃખમાં જે ઢાલ સરીખો,

મિત્રતાનો આ અનોખો તરીકો,

શ્વસી રહ્યો તું હૃદયની માંહે,

તું મારી ને હું તારી વ્હારે,

મિત્રતા મહેંકે મિત્રના સથવારે.

 

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates