માતૃભાષા

માતૃભાષા - શિલ્પા, બેંગલોર (અંજાર)

ભાષા એ અંતરની લાગણીઓ અને ભાવના વ્યક્ત કરવાનો, એક સંવાદ સાધવાનો સેતુ છે. અને જો મૂળ ભાષામાજ ભેળસેળ થઇ જાય તો સંવાદ તેના ખરા અર્થમાં અભિવ્યક્ત નથી થતો...

તો ભાષા કેવી હોવી જોઈએ...

ખૂબજ સરળ અને હૃદયને સ્પર્શે તેવી.

અને એવી ભાષા એટલે એકજ આપણી માતૃભાષા.

માતૃભાષા એટલે ગૃહ ભાષા પણ કેહવાય પણ માતૃભાષા એટલે કે આ પૃથ્વી ઉપર જન્મ લેતા પેહલા માતાના ઉદરમાથી જે ભાષા કોઈ પણ શિક્ષણ વીના બોલતા આવડે. એના જડ માતાની નાળ સાથે જોડાયેલાં છે, અને જે જડથી વિખુટા પડે તેનો વિકાસ અવરોધાય છે. માટેજ માતૃભાષા શીખવી ખૂબ જરુરી છે.

આજના આધુનિક યુગમા સમય સાથે તાલ મેળવવા ઘણી વિદેશી ભાષા શીખવી પડે છે, પણ એના ગુલામ બનવું એ મૂર્ખામી ભર્યુ પગલું કેહવાય. આજની યુવા પીઢીને અંગ્રેજી ભાષા સાથે જે ઘરોબો કેળવ્યો છે એ જોઈને અંગ્રેજો પણ એને ગુજરાતીઓની ભાષા સમજશે. આપણી ભાષા માટે શુ કામ અહોભાવ ? આપણી ભાષામાં આદરથી સંબોધન કરવા માટે આપ, તમે, તમારા .. વિ. જેવા શબ્દો છે; જ્યારે અંગ્રેજીમા માત્ર you અને your. કોઇ તુકાર નહી તેમ આદર ભાવ પણ નહી. બધા સમોવડિયા. એવુજ સંબંધોનું છે, પિતાના ભાઈ કાકા, માતાના ભાઈ મામાં; વિ. પણ અંગ્રેજીમા બધા પુરુષ uncle અને બધી સ્ત્રીઓ aunty; અને એટલેજ સંબોધનમા આવતી જોડણીની જેમ અંકોની આતિઘૂટીમા સંબંધો પણ ગુચવાય જાય છે. સસરા પક્ષના સંબંધમા તો એ લોકો સીધો in-law કહીને કયદોજ વચ્ચે લાવી દે છે.

આ ભાષા પ્રત્યેનો અભિગમ આપણા ગુજરાતીઓમા સાૈથી વધું જોવા મળે છે. દક્ષિણ ભારતના વાસીઓ વિશ્વમાં કોઈ પણ ખૂણામાં જાય તો પણ પોતાની ભાષા માટે માન પોતાના આત્મ સમ્માન જેટલું મહત્વ ધરાવે છે. જાપાન ફ્રાંસ જેવા દેશોના નેતા પણ વિશ્વસ્તરના મંચ ઊપર પોતાની માતૃભાષામા વક્તવ્ય કરતા અચકાતા નથી તો આપણે શુ કામ ક્ષોભ અનુભવીએ છે.

આપણી ભાષા આપણા વ્યક્તિત્વનો પ્રતિબિંબ હોય છે. ઉધારની ભાષાથી સર્જાતો સંવાદ આત્મીયતા વગરનો હોય છે; આવા સંવાદમા ફકત આડંબરના દર્શન થાય છે પણ લાગણીની અનુભૂતિ લેષ માત્ર નથી હોતી.
સ્વ માટે સમ્માન કેળવવા માટે સ્વ ની ભાષા સાથેના તંતુ જોડાવા ખૂબ જરૂરી છે.

તો ચાલો દરેક ગુજરાતીની ઓળખાણ જે ગુજરાતી ભાષા છે તેને દરેક ગુજરાતીના સમ્માન સમોવડી બનાવીએ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates