માતાપિતાને નમ્ર વિનંતી

માતાપિતાને નમ્ર વિનંતી - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

ફક્ત ૧૫ મિનિટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાર્તા વાંચી સંભળાવો. બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઈ જાય. રતન ટાટાની અમૂલ્ય શિખામણો જે વિદ્યાર્થીઓને શીખવવામાં નથી આવતી.

રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમિયાન ૧૦ વાતો જણાવી હતી જે વિદ્યાર્થીઓને શિખવવામાં નથી આવતી.

૧.     જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે, તેની આદત પાડો.

૨.     લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી, પહેલા તેના માટે પોતાને સાબિત કરો.

૩.     કૉલેજનો અભ્યાસ પૂરો થાય એટલે આંકડાના પગારનું ના વિચારો. એક રાતમાં કાંઈ વાઈસ પ્રેસીડેન્ટ ન બની શકે.

૪.     અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમ કે બૉસ નામના પ્રાણીનો તમને પરિચય નથી થયો.

૫)     તમારી ભૂલ, હાર વગેરે ફક્ત ને ફ્ક્ત તમારા જ છે. તેના માટે બીજાને દોષ ન આપો. ભૂલમાંથી શીખીને આગળ વધો

૬)     તપને અત્યારે જેટલા નિરસ અને કંટાળાજનક તમારા માતા-પિતા લાગે છે એટલા તે તમારા જન્મ પહેલાં નહોતા. તમારું પાલન પોષણ કરવામાં એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઈ ગયો.

૭)     કોન્સોવેશન પ્રાઈઝ ફક્ત શાળાઓમાં જ જોવા મળશે. બહારની દુનિયામાં હારવાવાળાને મોકો મળતો નથી.

૮)     જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા અને ત્યાં મહિનાનું વેકેશન નહિ મળે. ત્યાં તમને કોઈ શીખવાડવાવાળું પણ નહીં હોય. જે કંઈ કરવાનું હશે તે જાતે જ કરવું પડશે.

૯)     ટીવીમાં દર્શાવાતું જીવન સાચું નથી હોતું અને જીવન ટીવી સીરીયલમાં નથી. જીવનમાં આરામ નથી હોતો. ત્યાં ફક્ત કામ અને કામ જ હોય છે. તમે કયારેય વિચાર્યું છે લકઝરી ક્લાસની કાર (જેગ્વાર, હમ્મર, બીએમડબલ્યુ, ઓડી, ફરારી) જેવી કારની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી? કારણકે તે કાર બનાવતી કંપનીઓને ખબર છે કે આવી કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી સામે બેસવાનો ફાલતું સમય નથી હોતો.

૧૦) સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ન કરો, એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે.

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates