મારી માતૃભાષા

મારી માતૃભાષા - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામ મે કહ્યું છે કે “હું આજે વૈજ્ઞાનીઙ્ક બની શક્યો છું “

કારણકે હું મારી માતૃ ભાષા ભણ્યો છું .

        વિનોબા ભાવે કહ્યું છે કે

શિક્ષણ ને જો સાર્વત્રિક બનાવા માગતા હો તો માતૃભાષા માં શિક્ષણ આપો .

        માતૃ ભાષા એ આંખ છે , અન્ય ભાષા ચશ્મા છે , માતૃ ભાષા પ્રતેનો અલગાવ એટલે વિનાશ .

        માતૃભાષા સંગીન પાયા પરજ સંસ્કારોની ઇમારત ચણાય છે . માતૃ ભાષા એ માતૃ હૃદય જેવી છે આ ભાષા થી દિલના ભાવ વ્યક્ત થાય છે જેમ કે બોલવાથી અનેરો રસાસ્વાદ મળવી શકાય છે . ભાષા એ વ્યક્તિ ના જીવન નું તેના વ્યક્તિત્વ પ્રતિબિંબ  છે.

        ભાષા જોઈને આપણે તે વ્યક્તિ કેવી હસે તેનુ અનુમાન કરી શકીયે .

        મીઠું અને સ્મિત આપનાર વ્યક્તિ પ્રતે આપણે આદર અને પ્રેમ પૈદા થાય છે લાગણી ઊપજી આવે છે . સુંદર ભાષા બોલવું એ વ્યવસ્થિત મહાવરો માગી લે છે .

        ગમે તેટલો  વિધાન હોય પરંતુ જો તેને ભાષા યોગ્ય ન હોય તો તે સામી વ્યક્તિ ને પ્રભાવિત કરી શકે નહીં .

        આપની ભાષા માં માધુર્ય હશે તો વ્યક્તિનું વ્યક્તિત્વ  નિરાલો  જ બનશે  જેમ ઘરેણાં માથી દેહ શોભે છે . તેમ યોગ્ય ભાષા થી આપણું  વ્યક્તિત્વ શોભે છે . માટે સુંદર ભાષા એ વ્યક્તિત્વ નું અમૂલ્ય અલોકીક ઘરેણું છે.

        ગરીબ કે ધનવાન ગણવા સર્વસમાન

        જગ ફૂલવાડી ઇશ ની પ્રભુ ના સહુ સંતાન .

        જેમકે માણસ કેટલો ગરીબ છે કે ધનવાન છે તેને આધારે તે નાનો કે મોટો ગણાવો જોઈએ નહી ,સમગ્ર જગત ના રચયિતા ઈશ્વર છે એટ્લે આપણે સૌ તેના સંતાનો હોવાથી સમાન છીયે .

        તેમ માતૃ ભાષા એ કોઈને નાનો મોટો ગણતી નથી સૌને સમાન હક્ક આપે છે અમીર,ગરીબ દરેક વ્યક્તિ આ ભાષા બોલે છે . દરેક વ્યક્તિ માતૃ ભાષા બોલવાથી ભારતીય સંસ્કૃતિ ના દીપ ઝળકે છે ।
        આપણે આપની માતૃ ભાષાને જ મહતવ  આપવો જોઈએ , જેથી જીવન માં સોનેરી પ્રકાશ ની ઉર્જા ફેલાય .

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates