મારી મહત્ત્વાકાંક્ષા

મારી મહત્ત્વાકાંક્ષા - હીરાબેન ભોગીલાલ દામજી દોશી, ડોંબીવલી (માંડવી)

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટસાહિત્ય સ્પર્ધા–૨૦૧૭)

પ્રસ્તાવના : મહત્ત્વાકાંક્ષા જીવનને શિખર પર પહોંચાડતી જડીબુટ્ટી છે. મહત્ત્વાકાંક્ષાના ફૂલોને  વાસ્તવિકતાના બગીચામાં ખીલવવા એ એવરેસ્ટ ચડવા જેટલું મુશ્કેલ કામ છે. જો કે આ માટે સતત પ્રયાસ તો કરવો જ પડે. તેને માટે નિર્ણયશક્તિ અને આત્મવિશ્વાસ જરૂરી છે. દૃઢમનોબળ અને પુરુષાર્થ પણ એટલા જ જરૂરી છે. તમારી બુદ્ધિ કરતાં તમારું મનોવલણ વધારે મહત્ત્વ ધરાવે છે. કામની પાછળ લાગી રહેવાની લગન તમારી કાબેલિયતનો ૯૫% ભાગ ધરાવે છે. સિદ્ધાંતોને વળગી રહો, જરૂર તમારી મહત્ત્વાકાંક્ષા સફળ થશે. સૌ કોઈને આગળ વધવાની ઈચ્છા રાખવી એ સ્વાભાવિકવૃત્તિ છે. સત્તા, પદવી, સંપત્તિ કે આદર, કીર્તિ મેળવવાની કે કોઈને ધંધામાં સફળ થવાની પ્રબળ ઝંખના એટલે મહત્ત્વાકાંક્ષા. દરેક વ્યક્તિને પોતાની મર્યાદામાં રહીને મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવી જોઈએ. સારા થવું અને સારું કરવું એ પણ એક મહત્ત્વકાંક્ષા છે. સફળતા માટે ઈચ્છા અને મહત્ત્વકાંક્ષા જરૂરી છે. એટલી જ ધીરજ રાખવાની જરૂર છે. કઈ દિશામાં સફળતા મેળવવી છે તેું લક્ષ્ય રાખવું જરૂરી છે. કારણકે ‘દિશાનું ભાન જ ન હોય તો મંઝિલ ક્યાંથી મળે?’ ભગવાન મારી મહત્ત્વાકાંક્ષાને પાર કરવા બળ આપે એ જ પ્રાર્થના.

હું પિયરથી પરણીને સાસરિયે આવી. મારા માટે તો સાસરિયામાં મુખ્ય વ્યક્તિ તો મારો પતિ છે. જેના માટે હું સર્વસ્વ ત્યાગ કરીને સમર્પણ કરવા તૈયાર છું. મારા પતિદેવ નોકરી કરતા, કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી. દરેક પતિદેવને ‘સીતા જેવી પત્ની જોઈએ છે, પણ કોઈને રામ બનવું નથી.’ મારો સંસાર ફરજો બજાવવામાં આગળ વધ્યો. મારા પુત્રો મોટા થયા, ભણીને આગળ વધ્યા. પછી સર્વિસે લાગ્યા. જોકે તેઓ હોશિયાર અને કાબેલ હતા. પણ તેઓને કોઈ પીઠબળ નહોતું. મારા બાળકોએ તો જીવનમાં કોઈ શાનદાર સમય જોયો જ નહોતો. આથી મેં મારી મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવા અને તેઓની પ્રગતિ માટે મારી જિંદગીને મેં બાળકોની જિંદગી બનાવી. હું મારા બાળકોને આગળ લાવવા માગું છું, કારણકે મારામાં કચ્છનું ખમીર છે.

મને સફળ લોકોને મળવાથી ઘણી પ્રેરણા મળે છે. તે આપણા કામમાં પ્રાણ પૂરે છે. એા આવરણમાં જીવવા જેવું છે. હવે તો હું કંઈક કરવા માટે ખુદને સમય આપવા લાગી. તમે તમારા પરિવારને શું આપો છો તેા કરતાં તેઓ માટે શું છોડો છો તે મહત્ત્વનું છે. મેં તમામ તણાવોો ત્યાગ કરી આગળ વધી. મારા મોજ- શોખને પણ છોડ્યા. હું કંઈક કરીશ તો જ મારી મહત્ત્વાકાંક્ષા સફળ બનાવીને બાળકોનું ભવિષ્ય બનાવીશ. એવું નથી કે હું પ્રભાવશાળી વ્યક્તિ છું, પરંતુ ચોક્કસપણે હું વધારે જીજ્ઞાસુ છું. સંઘર્ષ કરીને પણ આગળ વધવા માંગું છું. મારામાં કંઈક બદલાવ લાવવો છે. કારણકે મારે પરિણામ અલગ જોઈએ છે, તો કંઈક કરવું જ પડશેને ? કશુંક નવું કરવાની હિંમત ભાથામાં લઈને, અનુભવ તો હતો જ નહિ. છતાં માંડવીથી મુંબઈ આવીને ન્યુ બોર્ન  અને કીડ્‌સ વેર આઈટમ બનાવવાની શરૂઆત ઘરે જ કરી. કારણકે મારી સ્થિતિ નાજુક હતી અને સિલાઈ કામ અને ફેશન ડીઝાઈન કામનો અનુભવ હતો. આથી થોડો માલ લાવીને ધંધો ચાલુ કર્યો. ધંધો થોડો આગળ વધતાં મેં કારીગરોને માલ કરવા માટે આપ્યો. અમે બનાવેલો માલ એકદમ સુંદર, સ્વચ્છ અને આકર્ષક બનવા લાગ્યો. કામ જોઈને અને કાચો માલ આપતા વેપારીઓ પણ મળ્યા. આજ હું અસંભવ કામને સંભવ બનાવી આગળ વધી છું.

‘સ્ત્રી પુરુષની તાકાત છે, નબળાઈ નથી.’ કામનું ઉત્પાદન વધતાં મેં મારા બાળકોને સર્વિસ છોડાવી. મારા બાળકો પણ સિલાઈ અને ફેશન ડીઝાઈનનું કામ જાણતા અને નવું નવું કરી માલ બનાવવા માટે ટ્રેન્ડનો ઉપયોગ પણ કરતાં. તેઓ સમય સાથે નિર્ણય લઈ નવી જનરેશન સાથે પણ કદમ મીલાવતા, આજે જિંદગીમાં નહોતી તે સફળતા હવે મળી છે. બાળકોના ધ્યેય માટે તેમની સાથે ઊભેલી માને જ્યારે તેના બાળકોનું પ્રોત્સાહન મળે છે, ત્યારે તેનું વ્યક્તિત્વ પૂરબહારમાં ખીલી ઊઠે છે. આજે મેં જે કામ કર્યું છે, તે કામ મારા બાળકો પણ સંભાળે છે અને હું પણ મદદ કરું છું. જો કોઈપણ સ્ત્રી સજ કરવા માટે આગળ વધે તો જીવનમાં કંઈપણ કામ અશક્ય નથી. કેમકે ‘આજની છોરી પણ છોરોસેં કમ નહિ.’ એ સાકાર કરીને પોતાના જીવનમાં તેમજ કુટુંબમાં પણ પરિવર્તન લાવી શકે છે. ‘જીવનને જીવતાં અને જીતતાં આવડવું જોઈએ.’

આજે મને મારા જીવનમાં કોઈ ફરિયાદ નથી. હવે મને ‘મારી મહત્ત્વાકાંક્ષા’ સફળ થયાની અનોખી ખુશી છે અને શાંતિ અનુભવાય છે. ‘તક એ કોઈ નસીબની વાત નથી. તકો તો આપણી આજુબાજુ જ હોય છે. જેનો લાભ લેતાં આવડવું જોઈએ.’ આજે મારા પુત્રો કારખાના અને દુકાન માના નામે ચલાવે છે, તેનો મને ગર્વ છે. આજે નામ, દામ અને કામ કમાયાની ખુશી છે.

‘મહેનત કરકે મહત્ત્વાકાંક્ષા સફલ બનાયી હૈ.’

‘એક સચ્ચા કદમ ઉઠાયા હૈ.’ ‘મેરા જીવન આજ મુસ્કુરાયા હૈ.’

 

(‘કચ્છ ગુર્જરી’ના એપ્રિલ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • minecraft games 19/08/2019 1:48pm (4 months ago)

  Hello, I think your site might be having browser compatibility issues.
  When I look at your blog site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.
  I just wanted to give you a quick heads up! Other then that, excellent blog!

 • descargar facebook 18/08/2019 5:16pm (4 months ago)

  I don't even know how I ended up here, but I thought this post was
  good. I do not know who you are but certainly you're
  going to a famous blogger if you aren't already ;) Cheers!

 • pof https://natalielise.tumblr.com 01/08/2019 12:12am (4 months ago)

  Just wish to say your article is as amazing.
  The clarity to your post is just great and i could suppose you're a professional
  on this subject. Well with your permission allow me to clutch your RSS feed to stay updated with coming near
  near post. Thank you one million and please keep up
  the enjoyable work. pof natalielise

 • plenty of fish 31/07/2019 4:29pm (4 months ago)

  Hi to every body, it's my first visit of this website; this weblog consists of amazing and really excellent
  stuff for readers.

 • FranClity 28/07/2019 8:54am (5 months ago)

  Finasteride Tablet In Germany <a href=http://ciali10mg.com>cialis tablets for sale</a> Levaquin Order Tablets 125mg Side Effects

 • smore.com 26/07/2019 4:24am (5 months ago)

  Oh my goodness! Incredible article dude! Thank you, However I am encountering problems with your RSS.
  I don't understand the reason why I am unable to join it. Is there anybody
  getting the same RSS problems? Anyone who knows the answer will you kindly respond?
  Thanx!! natalielise pof

 • Kelstaife 25/07/2019 2:13pm (5 months ago)

  Prix Du Cialis 20 Mg Priligy Espana Prospecto <a href=http://leviinusa.com>is it safe to buy levitra on line</a> Isotretinoin 10mg overseas low price Interaction Of Nyquil And Amoxicillin Cialis Generique Avis

 • plenty of fish dating site 25/07/2019 5:28am (5 months ago)

  Really no matter if someone doesn't know afterward its up to other people that they will
  assist, so here it takes place.

 • plenty of fish dating site 23/07/2019 11:18am (5 months ago)

  I am sure this article has touched all the internet users,
  its really really good article on building up new weblog.

 • how to get help in windows 10 22/07/2019 2:34am (5 months ago)

  It's appropriate time to make some plans for the future and it's time to be happy.
  I have read this post and if I could I wish to suggest you few interesting things or tips.
  Maybe you can write next articles referring to this
  article. I want to read more things about it!

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates