મારા જીવનમાં ‘હું’ ક્યાં?

મારા જીવનમાં ‘હું’ ક્યાં? - હર્ષા જયંત મોતીલાલ શાહ, ચેન્નાઈ (ભુજ)

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટસાહિત્ય સ્પર્ધા-૨૦૧૭ : નિબંધ)

પ્રસ્તાવના : હું નિયમિત કચ્છ ગુર્જરી, ચિત્રલેખા વગેરે વાંચું. આ ઉપરાંત ઈંગ્લીશ ન્યુઝ પેપરના સારા આર્ટીકલ પણ વાંચું. આ બધું વાંચતાં મને હંમેશા કંઈક લખવાનું મન થતું, પરંતુ સંકોચને લીધે લખવાનું રહી જતું. જ્યારે મેં શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સાહિત્ય સ્પર્ધા-૨૦૧૭ વિશે વાંચ્યું તો  ને તરત જ નિબંધ લખવાનું મન થયું. તમારી વાત, સમાજના નાના-મોટા સર્વે ભાઈ-બહેનોને પોતાની ચિંતન, મનન કરવાની શક્તિને કામે લગાડી લેખન પ્રવૃત્તિમાં રસ લેતા કરવા મને ખૂબ જ ગમી ગઈ. મેં મારા જીવનમાં ‘હું’ ક્યાં લેખ લખવા વિચાર્યું. આવા સુંદર વિષયો આપવા બદલ આપ સૌને અભિનંદન.

**

સૌ પ્રથમ આવો અનેરો, અદ્‌ભુત અકલ્પનીય વિષય સાહિત્ય સ્પર્ધામાં આપવા બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. મેં આ વિષય પર નિબંધ લખવાનું નક્કી કર્યું. Where is my life headed? મારું જીવન ક્યાં જઈ રહ્યું છે? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આપણે બધાને એકબીજા સાથે જોડાઈને રહેવું ગમે છે. ઘર, બાળકો, સગા-સંબંધી, મિત્રો, વડીલો વગેરેમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ. આ બધા સંબંધોમાં જીવન વીતતું જાય છે. જિંદગીમાં થોડી ખુશી તો થોડો ગમ છે પણ એકંદરે સારું જીવન વ્યતિત થઈ રહ્યું છે. પરંતુ ક્યારેક ક્યારેક વિચારો આવતા કે આ રૂટિન લાઈફથી ઉપર જવું છે. મારે જીવનમાં કંઈક મેળવવું છે. મારા જીવનમાં ‘હું’ મને જ ભૂલી ન જાઉં. ક્યારેક વિચારોના ગોટેગોટા ઊડે છે મારા મનમાં. શું જોઈએ છે મને? ક્યારેક ભૌતિક સુખ-સુવિધાઓ ઓછી લાગતી હતી. કોઈ કોઈવાર સંબંધોમાં ઓછું આવી જતું હતું. હું ગમગીન થઈ જતી. મારા જીવનની સરખામણી બીજા સાથે કરતી. ક્યારેક વધારે સુખીને જોઈ દુઃખી થતી. ભાગ્યને દોષ આપતાં અચકાતી નહિ. મન તો મર્કટ જેવું જ ગણાય, ક્યારેક આમ ભાગે, ક્યારેક તેમ ભાગે. બુદ્ધિ પણ બધી વાતોમાં આપણી સાથે દલીલ કરે છે. તું આમ જ કર કે તેમજ કર. ઘણીવાર આને કારણે Negative Approach આવી જાય છે. તો હવે શું કરવું જોઈએ મારે?

મેં થોડા વખત પહેલાં ક્યાંક વાંચ્યું, 'Go for a life Audit' તમારા જીવનનું ledger હાથમાં લો. બધી વિગતો તપાસો. શાંતિથી બૅલેન્સશીટ બનાવો. પહેલાં તો વાંચીને જરા ડર લાગ્યો. કોઈ કંપનીની બૅલેન્સશીટની જેમ ખોટા એડજસ્ટમેન્ટ કર્યા વગર જીવનનું સાચું સરવૈયું કરવાનું હતું. મેં થોડા વખત પહેલાં ટી.વી.ની આસ્થા, સંસ્કાર, પીસ ઑફ માઈન્ડ વગેરે ચેનલો પર સંત પુરુષો તથા ગુરુ ભગવંતોને સાંભળવાનું શરૂ કર્યું. હું કચ્છ ગુજર્રી, ચિત્રલેખા વગેરે સામાયિકો નિયમિત વાંચું છું. આ બધામાંથી એક સુંદર વિચાર મળ્યો. મારે મારા જીવનમાં હકારાત્મક (પોઝીટીવ) બનવું જોઈએ. હકારાત્મક સોચ આપણા જીવનને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે છે. હવે થાય છે કે આ બધી વાતો તો મને પહેલેથી ખબર છે. આમાં નવું શું છે? અને અંદરથી એક અવાજ આવ્યો, નવો છે એનો અમલ. જેટલું બને તેટલું જલદી બધું જીવનમાં ઉતારવું છે. હવે મારે બધા પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલવો પડશે. જિંદગીમાં કંઈપણ ખોટું થાય તો આપણે બીજાને દોષ આપીએ છીએ. બીજા માટે આપણે વકીલ અને પોતા માટે જજ બની જઈએ છીએ અથવા ભાગ્યને કોશીએ છીએ પરંતુ નસીબને દોષ આપી બેસી રહેવું ઠીક નથી. કેમ કે, પ્રારબ્ધ તો ઘેલું ઠર્યુ, ન માંગે દોડતું આવે માંગે દૂર ભાગે.’ આ બધા સાથે હવે મારા મનમાં એક અદમ્ય ઈચ્છા ઊઠી છે, મોક્ષ પ્રાપ્તિની. હા મારે એના માટે ખૂબ પ્રયત્નશીલ થવું પડશે. એક ગુરુ મહારાજ પાસેથી સાંભળ્યું હતું કે, જીવનકી લાલસા રખને યા જીને મેં કોઈ બુરાઈ નહીં હૈ, લેકિન સાવધાન રહે, ક્યોંકિ આવશ્યકતા પૂરી હો શકતી હૈ.. તૃષ્ણા નહીં!

જીવન ખૂબ સાદગીપૂર્વક જીવવું જોઈએ અને બીજું હું હંમેશા ‘સંતોષી નર સદા સુખી’ એ વાત ધ્યાનમાં રાખું છું. ઘણા લોકોને આ બધી વાતો નકામી લાગતી હોય છે, પરંતુ, ધર્મનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ રે. આને માટે મારે બહારની ઓળખને ઓગાળીને અંદરના આત્માને જાણવો છે. આ ઉત્તમ મનુષ્યભવ સાધનો મેળવવા માટે નહીં પણ સાધના કરવા માટે મળ્યો છે. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે, રત્નોને ફેંકીને તું પથ્થર વીણી રહ્યો છે, એ જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે? છે ક્યાં જવાનું તારે ને ક્યાં જઈ રહ્યો છે?

હું ફક્ત અને ફક્ત આ સંસાર સુખોમાં ન અટવાતી રહું પણ જાગ્રતપણે સાચી દિશામાં આગળ વધું એવી તીવ્ર ઈચ્છા જાગી છે. આપણો આત્મા સ્ફટિક જેવો શુદ્ધ અને સાત્ત્વિક છે. દયા, કરૂણા, પ્રેમ, પવિત્રતા એના ગુણો છે. હવે આ રાહ પર ચાલવા મારે ક્રોધ, નફરત કે અશાંતિને મારા જીવનમાંથી તિલાંજલિ આપવી છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, ‘ઇંપૃઞ્રૂજ્ઞ મળરુઢઇંળ ફશ્નટજ્ઞ, પળ થભજ્ઞરૂ ઇંડળખણ।’  અર્થાત્‌, મનુષ્ય તું કર્મ કર, ફળની આશા ન રાખ. આ મંત્ર મારે મારા જીવનમાં ઉતારવો છે. હું હવે શું કરીશ? I run to be the best version of myself. હવે બસ એક જ ચાહ છે પ્રભુ, આત્માની રાહ પર ચાલવાની. તારા પ્રત્યેની શ્રદ્ધા જ મને લઈ જશે મંઝીલ સુધી.

 

(‘કચ્છ ગુર્જરી’ના એપ્રિલ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates