મારા જીવનમાં 'હું' કયાં?

મારા જીવનમાં 'હું' કયાં? - ભારતી ચંદ્રકાન્ત શાહ, મુંબઈ (માંડવી)

આમાં મારું સ્થાન કયાં? આ મારું શબ્દ કોનો નિર્દેશ કરે છે? મારું મતલબ "આત્મા" પણ માની શકીએ. આત્મા પૂછે છે કે આ સંસારની ઝંઝાળમાં અટવાયેલો હે માનવી! આમાં મારું સ્થાન કયાં છે? રાત દિવસ તું તારા પુદગલોના સંસારમાં અટવાયેલો, અહીં તહીં ભટકેલો - થાકેલો, ન સમજાય છતાં આ દુનિયા ની દોડમાં બધા જયાં દોડી રહ્યા છે ત્યાં મારે પણ દોડવાનું છે એમ સમજીને તારી કિંમતી આ જિંદગી મૂકી દીધી હોડમાં, પરીણામ શું આવશે ખબર નથી, એમાં થી શું મેળવીશ ખબર નથી.બધું ભેગું કરીશ પણ વાપરીશ નહીં, પાછળના માટે મૂકી જવાથી ઈજ્જત મળશે પણ... ખબર નથી કે આ બધાની મહેનત માં સાચા ખોટા કરીને ભેગું કરવામાં જે પાપ બાંધ્યું એને ભોગવશે કોણ? એકલો ને એકલો તારો આત્મા...

હવે આ ખબર પડી કે મારો આત્મા આ પાપ ભોગવશે છતાં માયા જૂઓ કે પુદગલોની રમત જોઈ -જાણી પછી પણ મોહ નથી છૂટતો. આત્મા તડપે છે, પોકારે છે, તું આ નહીં કર, મને તું ભવોભવ ન ભટકાવ. આત્મા ના ચિત્કાર થી મન થોડું માનવા તૈયાર થાય છે કે લાવ થોડું પુણ્ય કરું. થોડો ધમૅ પણ કરું, પણ અનાદિ કાળના સંસ્કાર એમ થોડા જલદીથી બદલાય.નિમિત્ત મળ્યું નથી કે મન ફયુઁ નથી.કોણે જોયો છે આ પુણ્ય-પાપનો વેપાર. સ્વગઁ - નરક જેવું કાંઇ નથી અથવા બધું અહીંયાનું અહીંયા જ છે.

ઘણીવાર મન પૂછે છે કે આ બધામાં મારા જીવનમાં "હું" કયાં? 1+1=2 થાય એટલું સરળ ગણિત જીવન માં નથી કે કોઈને સમજાવી શકાય કે "હું "કયાં? આ "હું" આત્મામાં પણ છે પણ એનું સ્વરૂપ સમજાતું નથી. એના ઉપર આવરણ આવી ગયું છે, અને આ આવરણ એટલું સરસ છે કે એને વળગી રહેવાનું મન થાય.અને આ આવરણ તમને એનાથી અળગું પણ નહીં થવા દે. એ બોલતું કાંઇ નથી પણ એનો પ઼ભાવ તમારા મન પર એટલી બધો હાવી થયેલો છે કે બીજું કાંઇ વિચારવા જ નહીં દે.એકવાર શંકર પાવઁતી ફરવા નીકળ્યા. એક ગરીબ એનું ફાટેલું તૂટેલું ચિંથરેહાલ થયેલું પોટલું લઇ રસ્તે જઇ રહ્યો હતો પાવઁતી ને દયા આવી, શંકર ને કહે છે કે આને કાંઇ આપોને બિચારો કેવો ચિંથરેહાલ છે. શંકર કહે છે કે એના નસીબ માં નથી માટે હું આપીશ તો પણ એ મેળવી નહીં શકે.પાવઁતી ની જીદ્દથી શંકરે એક મોટો હીરો રસ્તામાં મૂક્યો. હવે ભિખારીને ત્યાંથી પસાર થવાનો રસ્તો જ્યાં આવ્યો ત્યાં થાય છે કે લાવને આંધળો થઈને ચાલું તો કેવું લાગે? હીરો પસાર થઇ ગયો પછી આંખ ખોલી ને ચાલે છે.પાછું પાવઁતીના કહેવાથી હીરો હાથમાં મૂકાવે છે અને કહે છે કે આ તારો ગંદો પોટલો મને આપી દે, પણ ભિખારી હીરો પાછો આપવા તૈયાર છે પણ પોટલું દેવા તૈયાર નથી. એવું આપણું છે સાચા હીરા જેવો માનવ અવતાર મળ્યો પણ જન્મોજન્મના કુંસસ્કારોથી ભરેલો છે.ચક્રવર્તી પાસે જે રિધ્ધિ સિધ્ધિ હતી તે અગર મનથી ન છોડે તો નિશ્ચિત નરક મેળવે ને મનથી છોડી દે તો તરત હું કહીશ કે એમાં એનું સ્થાન "પરમ"જગ્યાએ નિશ્ચિત. ચક્રવર્તીની રિધ્ધિ સિધ્ધી પાસે આપણો વૈભવ પેલા ભિખારીના પોટલા જેવો છે છતાં પોટલું છૂટતું નથી.

હે મન!તું તારા આત્મામાં રહે,તું તારા સ્વભાવમાં આત્મરમણતા કર."પર"માં રમવા કરતાં "સ્વ"માં રમ.જે તને તારા આત્માના ઉન્નતિના માગઁમાં લઈ જશે.બાહર ગમે તેટલો શોર-બકોર હોય પણ તું તારા આત્મામાં રહીશ તો બાહર શું થઈ રહ્યું છે - સારું કે ખરાબ તારા આત્માને કાંઇ લાગશે વળગશે નહીં. ઉપરાંત તારો આત્મા કમઁ બાંધવાથી પણ છૂટી જશે.તારા આંતઁધ્યાન - રૌદ્રધ્યાન નહીં થાય તો તારી ગતિ પણ બગડશે નહીં. આત્મા, કમઁ બાંધવાથી કેવી રીતે બચી શકે એના આચરણ પર ધ્યાન કેન્દ્રિત કર. હે મન! તું ભૂલી નહીં જા, વારંવાર યાદ રાખ કે તારો આત્મા અનંત ગુણોનો - અનંત જ્ઞાનનો ભંડાર છે. "પર"ના પુદગલોમાં જે થઈ રહ્યું છે એ પહેલાં તારું હતું નહીં, પછી થવાનું નથી ને અત્યારે પણ તારું નથી. એ ફક્ત એનો જાણનાર રહે, વિકલ્પો કરીને તું "સ્વ " માંથી "પર" માં નહીં જા. તારું સ્થાન તો આત્મામાં જ છે જે કેટલાં ભવો થાય તો પણ બદલાશે નહીં, માટે તું તારા સ્થાનમાં અડીખમ રહે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates