માનો તો ભગવાન...

માનો તો ભગવાન... - રવિન્દ્ર લવચંદ શાહ, ચેન્નાઈ

૧૯૬૦માં ઓલ ઈન્ડિયા રેડિયો, મદ્રાસ પ્રસારિત અંગ્રેજી ગીત.... સાંભળેલ તેનું રૂપાંતર નીચે મોકલી રહ્યો છું.

એક વ્યક્તિએ ખૂન કરેલ અને તેને ફાંસીની સજા સંભળાવેલ. જે ત્રણ દિવસ પછી એ વ્યક્તિને સજા દેવાની હતી. સાધારણતયા જ્યારે પણ કોઈપણ વ્યક્તિને ફાંસીની સજા અપાય છે ત્યારે તે વ્યક્તિને ફાંસીના દિવસે સ્નાન આદિ કરાવી સ્વચ્છ ભોજન વગેરે આપવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિનાં ધર્મગુરુને બોલાવી ધર્મ સંભળાવાય છે. હવે - તે વ્યક્તિ જેલનાં સેલમાં બેઠો બેઠો (એકલો) એક પત્તાંની જોડ લઈને સમય કાઢી રહ્યો હતો. આ દરમિયાન જેલર પોતાની રોજની ડ્યુટી પ્રમાણે જેલમાં રાઉન્ડ મારવા નીકળ્યો. જ્યારે જેલર ખુનીનાં સૅલ જોવા આવ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. જુએ છે કે જે વ્યક્તિને બે દિવસ પછી ફાંસીએ ચઢવાનું છે તે પત્તાંની જોડ ખોલી પોતાનો સમય પસાર કરી રહ્યો છે. રાઉન્ડ પુરો કર્યા બાદ સમસ્ત દિવસ દરમિયાન જેલર પાંચથી છ વખત એ વ્યક્તિને જોવા આવ્યા. પણ હર સમયે તે વ્યક્તિ પત્તાંની જોડમાં વ્યસ્ત હતો.

બીજે દિવસે જેલરથી રહેવાયું નહીં અને એ વ્યક્તિને પૂછયું. ભાઈ તને કાલે ફાંસી આપવામાં આવશે છતાંય તું તારી પત્તાંની જોડ ખોલીને સમય પસાર કરી રહ્યો છે. એનો શો અર્થ છે? મને સમજાતું નથી.

જેલરનાં સવાલ સામે એ કેદીએ વળતો જવાબ આપ્યો. સાહેબ સાધરણતયા કોઈપણ વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય તો સરકાર-કોર્ટનાં માર્ગદર્શનથી તે વ્યક્તિને સ્નાન આદિ કરાવી તેના ધર્મગુરુને બોલાવી ધર્મ લાભ અપાય છે. પણ તમે મને કોઈ એવી સગવડ નથી કરાવી તેથી હું મારા પત્તાંની જોડમાં વ્યસ્ત રહું છું.

જવાબ સાંભળી જેલરે તેને પૂછયું કે પત્તાંની જોડ અને ધર્મલાભને શું સંબંધ છે?

કેદીએ જવાબ આપ્યો કે સાહેબ સાધારણ રીતે પત્તાંની જોડ રમતગમત તથા ક્યારેક જુગાર વગેરે રમવા માટે વપરાય છે. પણ મારા માટે તો આ પત્તાંની જોડ બાઈબલનો ગ્રંથ છે. જેલર આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા અને વળતો સવાલ કર્યો કે પત્તાંની જોડ બાઈબલ સાથે કેવી રીતે સરખાવાય? કેદીએ જવાબ આપ્યો.

૧) પત્તાંની જોડમાં ૫૨ પત્તાં+૧ જોકર છે. એ મારે આખા વર્ષના ૫૨ અઠવાડિયા સુચવે છે અને જોકર એ પરમઆત્મા મારે માટે છે.

૨) પત્તાંની જોડમાં ૧૨ રંગીન પત્તાં છે જે મારે માટે વર્ષના ૧૨ મહિના છે.

૩) પત્તાંની જોડમાં જે ૧૨ મહિના દેખાય છે તેમાં ઉંડા ઉતરતા મને ૩૬૫ દિવસ નજરે ચડે છે.

૪) પત્તાંની જોડમાં જે ૧૨ રંગીન પત્તાં છે તે ૪૩=૧૨ થાય એટલે કે એક મહિનામાં ૪ અઠવાડિયાં નજરે ચડે છે.

૫) ચાર રંગીન પત્તાંની સામે નજર કરતાં આખા વર્ષની ચાર ઋતુ નજરે ચડે છે.

૬) પત્તાંની જોડમાં ન્યુમરીક પત્તાં એક્કાથી લઈને ૧૦ સુધી છે જે મને બાઈબલનાં ઝયક્ષ ઈજ્ઞળળફક્ષમત જણાય છે.

૭) ૪ રંગીન પત્તાંમાં ૪ રાજા હોય છે. દરેક ૩ રાજાને બબ્બે આંખો હોય છે. તાફમય, ભહજ્ઞદયિ, વયફિતિં - એ ન્યાયની દૃષ્ટિ જણાય છે પણ ચોથો રાજા છે ઉશફળજ્ઞક્ષમ ઊંશક્ષલ તે મને ઉયદશહ જણાય છે.

૮)     દરેક રંગીન પત્તાંનાં ૧+૨+૩+૪ કરી અને જ્યારે ચારેય રંગીન પત્તાંનાં ૧૩ આંકડાને ગુણશો તો ૩૬૪નો અંક આવશે અને ૫૨ પત્તાં પછીનો ૧ જોકર એમાં ઉમેરવાથી ૩૬૫નો અંક જે મને વર્ષનાં ૩૬૫ દિવસ દર્શાવે છે.

૯) રહી જોકરની વાત તો એ પરમઆત્મા જણાય છે. જે બગડેલ જિંદગીની બાજીને સુધારી દે છે. એટલે સાહેબ આ પત્તાંની જોડે મને મારી જિંદગીનો સરવાળો સમજાવ્યો. ધર્મલાભ મળ્યો, જે તમે મને સગવડ નથી કરાવી પણ આ પત્તાંની જોડે મારી આ જિંદગીના છેલ્લા સમયે મારો ભવ સુધારી દીધો છે.

જેલરે બંને હાથ જોડી તે કેદીની માફી માગી અને કહ્યું કે, ભાઈ મારે તને જે સગવડ કરાવવાની હતી એ ચૂક્યો છું. ખરેખર ધન્ય છે તને કે સાધારણ પત્તાંની જોડમાં તે ધર્મ, ગ્રંથ અને સાચો ધર્મ પામ્યો છે. આભાર. 

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates