માનવતાનો નાશ કેમ?

માનવતાનો નાશ કેમ? - Rakhi Birju Gandhi, Gandhidham (Patri)

વિષય તો બધે જ શ્રદ્ધા અને વિશ્વાસનો,
તો ઈશ્વર અને અલ્લાહના નામે વિનાશ કેમ?

ગંગામાં સ્નાન અને દેવદેવીઓનું પૂજન,
તો ઘરડાં માબાપનું વૃદ્ધાશ્રમમાં આવાસ કેમ?

દીકરી વ્હાલનો દરિયો, અને વહુ ઘરની લક્ષ્મી,
તો કન્યા ભૃણનું ગર્ભમાં જ નાશ કેમ?

સગાં, વ્હાલા, મિત્રોની યાદી ખુબ લાંબી છે,
તો લોહીના સંબંધોમાં આટલી ખારાશ કેમ?

હોઠ પર બુદ્ધ છે ને હૃદયમાં હરદમ યુદ્ધ છે,
માનવનો માનવતા સાથે આ કંકાશ કેમ?

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates