મધુર સરગમ

મધુર સરગમ - ધનસુખ અમરશી મોરબીઆ, દાદર

૧) સૌથી ઉત્તમ દવા હાસ્ય છે, સૌથી ઉત્તમ સંપત્તિ બુદ્ધિ છે, સૌથી ઉત્તમ હથિયાર ધૈર્ય છે, સૌથી ઉત્તમ સલામતી વિશ્વાસ છે. અને આનંદની વાત એ છે કે આ બધું મફત છે.

૨) દીકરાને વહુ લઈ જશે, દીકરીને જમાઈ લઈ જશે, જિંદગીને મોત લઈ જશે, શરીરને સ્મશાન લઈ જશે, એક માત્ર ધર્મ જ જે આત્માને આગળ લઈ જશે.

૩) પાંચ વાક્યો જીવનમાં સફળ થવા માટે કચરાના ડબામાં ફેંકી દો - ૧) લોકો શું કહેશે? ૨) મારો મૂડ સારો નથી. ૩) મારી પાસે સમય જ નથી. ૪) આ મારાથી નહીં થાય, ૫) મારું નસીબ ખરાબ છે.

૪) બી.પી. કાબૂમાં રાખવાના બે સરળ ઉપાય- ૧) ખારું ખાવું નહિ. ૨) ખારું  થાવું નહિ.

૫) બે વાતની ગણતરી કરવાની છોડી દો. ૧) ખુદનું દુઃખ ૨) કોકનાં સુખ.

૬) સંસારના ભોગવટામાં ક્ષણનું સુખ, મણનું પાપ, ટનનું દુઃખ પ્રાપ્ત થાય છે.

૭) સુખની શોધને ચાર ખૂણા હોય છે. ૧) હોદ્દો ૨) પ્રતિષ્ઠા ૩) પૈસો ૪) પત્ની.

૮) સમાજની વિવિધ વ્યક્તિઓનું ‘જ’ના ઓવરડોઝને કારણે શારીરિક, માનસિક, આંતરિક સ્વાસ્થ્ય બગડ્યું છે. S = સુગર, સોલ્ટ, સ્મોકીંગ, સ્પીરીટ; S = સ્ટેજ, સન્માન, સત્તા, સ્ટેટ્‌સ, સ્વાર્થ

૯) સાત જગ્યાએ ક્રોધ નહિ કરતા. ૧) ઘરેથી બહાર નીકળો ત્યારે, ૨) બહારથી ઘરે આવો ત્યારે, ૩) ભોજન કરતી વખતે, ૪) રાતનાં સૂતી વખતે, ૫) ઉપકારીના ઉપર ૬) મંદિર- ઉપાશ્રયમાં, ૭) મોબાઈલમાં વાત કરો ત્યારે.

૧૦) નરકના ત્રણ દરવાજા છે.  - કામ, ક્રોધ, લોભ.

૧૧) જ્યાં આ ચાર નથી ત્યાં ધર્મ જામતો નથી. ૧) જીવનમાં શાંતિ ન હોય, ૨) ચિત્તમાં પ્રસન્નતા ન હોય, ૩) કુટુંબમાં સંપ ન હોય, ૪) શરીરે આરોગ્ય ન હોય.

૧૨) નિષ્ફળતાનાં પરિબળો નીચે મુજબ છે. ૧) ઉત્સાહનો અભાવ, ૨) પૂરતા પરિશ્રમની ઉણપ, ૩) ધીરજનો અભાવ, ૪) પરાવલંબન, ૫) લોક- નિંદાનો ભય, ૬) યોગ્ય સમયની પસંદગીની ઉપેક્ષા, ૭) તરંગી ખયાલો ૮) સાવધાનીની ઉપેક્ષા, ૯) સાહસિકતાની ત્રુટિ. ૧૦) સાધન સંપત્તિની ઉણપ.

૧૩) આનંદમાં રહેવાની દસ ચાવી. ૧) ચિંતા છોડો, ૨) પ્રાર્થના જરૂર કરો, ૩) પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરો, ૪) ઈર્ષ્યા ન કરો. ૫) ભગવાનમાં શ્રદ્ધા રાખો, ૬) શોખ વિકસાવો ૭) સારાં પુસ્તકો વાંચો. ૮) નિયમિત કસરત કરો, ૯) મળ્યું છે તેની કદર કરો. ૧૦) હળવો ખોરાક લો.

૧૪) આત્માના ઉત્તમ દસ ગુણો : ૧) ઉત્તમ ક્ષમા ૨) ઉત્તમ માદર્વ, ૩) ઉત્તમ આજર્વ ૪) ઉત્તમ શૌચ ૫) ઉત્તમ સત્ય ૬) ઉત્તમ સંયમ ૭) ઉત્તમ તપ, ૮) ઉત્તમ ત્યાગ, ૯) ઉત્તમ આકિંચત્ય, ૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય.

૧૫) લાગણી એટલું શું? સમજો તો ભાવના છે, કરો તો મશ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લો તો શ્વાસ છે, રચો તો સંસાર છે, નિભાવો તો જીવન છે.

૧૬) પ્રેમ પણ જબરો છે. માતાથી થાય તો ‘ઈજ્જત’, ભાઈથી થાય તો ‘વિશ્વાસ’, બહેનથી થાય તો ‘સંબંધ’ અને પત્નીથી થાય તો બધા કહે છે નાલાયક ‘બૈરી’નો થઈ ગયો.

૧૭) કુટુંબની સફળતાની ચાવી - ૧) જાણવું, ૨) સમજવું ૩) સજર્વું.

૧૮) ઉત્સાહ એટલે ?  ઉ = ઉમંગ; ત્ = તક; સા - સાહસ; હ = હિંમત

 

 

 

(કચ્છ ગુર્જરીના જાન્યુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates