Made in India

Made in India - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ-કચ્છ

'આત્મનિર્ભર' ભારતનો વિચાર, મોદીજીએ આપેલો કોઈ નવો વિચાર નથી, પણ સમયની માંગ છે. ગાંધીજીએ પણ ખાદીનો બનાવટ અને ઉપયોગનો પ્રચાર કર્યો હતો. સ્વદેશીની વાતો વરસોથી ચાલી આવે છે. ડોલર સામે રૂપિયો વર્ષોથી ગબડયા કરે છે. સુનામી, ભુકંપ, કુદરતી હોનારતોથી, દેશનું આર્થીક તંત્ર બગડે છે.. ત્યારે.. ફક્ત નાણાંમંત્રી વિચારે છે.. દેશનું અર્થતંત્ર કેમ ઉંચુ લાવવું. આપણે આપણી બ્રાન્ડેડ જીવનશૈલીમાં વ્યસ્ત છીએ. વિદેશી કંપનીઓ લોભામણી જાહેરાતોથી, અવનવા પ્રોડક્ટ્સથી આપણી બજાર કબ્જે કરી રહી છે... પણ હવે કોરોના મહામારી સમયે દેશનું અર્થતંત્ર અને એક એક વ્યક્તિ લડી રહ્યો છે... ત્યારે દેશને સમૃદ્ધ બનાવવા આત્મનિર્ભરતાના પંથે લઇ જવું ફરજીયાત બની જાય છે.

આત્મનિર્ભર એટલે શું?

પોતાના પર નિર્ભર,પોતાની આવડત પર નિર્ભર... ભારત એક વિશાળ જનસમુદાય ધરાવતો દેશ છે. અહીં રોકાણકારો છે, ઉદ્યોગપતિઓ છે, નાના વેપારીઓ છે, ખેડૂતો છે, યુવાધન છે. અહીં પૂરતી માંગ છે. જરૂર છે વિદેશી માલનો બહિષ્કાર કરવાની, સ્વદેશી વસ્તુઓ અપનાવવાની.. સ્વદેશી વસ્તુઓની માંગ વધશે, તો નવા ઉદ્યોગો વધશે.. લોકોને કામની નવી તકો મળશે. માથાદીઠ આવક વધશે, દેશનું Gdp સુધરશે. વિવિધ ટેક્નોલજી અને જાણકારીનો ઉપયોગ કરી, દેશના લોકો જો ઉત્તમ ગુણવતા યુક્ત વસ્તુઓ બનાવી શકે, તો દેશના લોકો દેશની વસ્તુઓની જ ખરીદી કરી શકે. અને તો જ દેશનો વિકાસ શક્ય બને..  

જી હાં! 'made in India' આ વાક્ય જોવાની જરૂર છે.. આ વસ્તુઓ વેચાય એ જરૂરી છે. અને એ જ ખરીદાય તે જરૂરી છે. કદાચ ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ સિવાય ઘણા એવા પ્રોડક્ટ છે છે ભારતીય કંપનીઓમાં બેસ્ટ quality માં મળે છે. છતાં પણ આપણે વિદેશી વસ્તુઓ પાછળ ભાગીએ છીએ. ક્યારેક સસ્તા ભાવે ખરીદીએ છે, ભલે પછી તે હોય 'ચલે તો ચાંદ તક, વરના શામ તક', અને ક્યારેક અધ્ધધ ટેક્સ ભરીને મોંઘા ભાવે. સ્વદેશી વસ્તુ પર વિશ્વાસ કરીને તેજ ખરીદવાનું શરૂ કરવાની જરૂર છે. વિદેશી કમ્પનીઓ સાથે હરીફાઈ કરતા, અહીંનીજ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય તો product quality માં પણ ચોક્કસ સુધારો થાય.

સ્વદેશી અપનાવાતું નથી જ એવું નથી. 'પતંજલિ'ની સફળતા એની સાબિતી આપે છે.. વૈશ્વીક બજારોમાં પણ તે નામ કરી રહી છે.. આપણે આ જ રસ્તા પર ચાલવાનું છે..

Be vocal for local..

Go local to global..

સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને પ્રચાર કરી તેને વૈશ્વિક બજારમાં ઉતારવાની છે. From farm to fork... અર્થાત કાચા માલથી માંડીને એન્ડ પ્રોડક્ટ, બધીજ વસ્તુઓ અહીં જ બને તો આયાતનું પ્રમાણ ઓછું થાય. એક ભારતવાસી તરીકે દેશનું હર એક વ્યક્તિ 'made in india'નું મૂલ્ય સમજે એ જરૂરી છે.    

ભારતીયો મોબાઈલ વાપરે છે વિદેશી, એપ્સ વાપરે વિદેશી, છોકરાના રમકડાં વિદેશી, તહેવારોમાં રોશની વિદેશી, હોળીમાં રંગો વિદેશી, દિવાળીના દિવા વિદેશી, ઉતરાયણના દોરા વિદેશી, પેપ્સી કોલા પીણાં વિદેશી, પિઝા બર્ગર વિદેશી... લિસ્ટ લાબું છે.. પણ હવે આ લિસ્ટ ટૂંકું અને નહિવત કરવાની જવાબદારી, મારી અને તમારી છે.. કદાચ ક્યારેક વધુ પૈસા ચૂકવવા પડે તો પણ એ દેશ માટે હશે એમ સમજીને ચાલવાનું છે.

અહીંની દવાઓ, આર્યુવેદનું વિસ્તરણ વિદેશ સુધી કરવાનું છે, પેપ્સીકોલા મૂકી નારિયેળ પાણી, લીંબુ પાણીનુ મૂલ્ય સમજવાનું છે, જેમાં કોઈ હાનિકારક રસાયણો નથી. દેશને સમૃદ્ધ અને ફરી 'સોને કી ચીડિયા' બનાવવાનો વખત આવી ગયો છે.. ચાલો કોરોના મહામારી સમયે સ્વદેશી ઉપયોગનો દ્રઢ સંકલ્પ લઈએ. દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રણ લઈએ..

Let's turn this crisis to opportunity...

અબ દિલ ચાહે બસ,

Made in India..

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates