મારી મહત્ત્વાકાંક્ષા

મારી મહત્ત્વાકાંક્ષા - મિનાક્ષી ચમનલાલ ધરમશી વોરા, ઘાટકોપર (માંડવી)

મહત્ત્વકાંક્ષા એ એક જાણવા અને સમજવા જેવો ગહન શબ્દ છે. મહત્ત્વાકાંક્ષા વગરની વ્યક્તિ સઢ વગરના વહાણ જેવી હોય છે. તેની જિંદગી ગમેતેમ, કોઈપણ દિશામાં પસાર તો થયા કરે છે પણ જીવનના ઉતરાર્ધમાં તેને ખાલીપણા અને નિરર્થકતાની લાગણી ઉત્પન્ન થાય છે. જીવનમાં એક લક્ષ્ય હોવું ખૂબ જ જરૂરી છે. મહત્ત્વકાંક્ષા એ લક્ષ્યનું જ બીજું સ્વરૂપ છે પરંતુ ફક્ત સમજવું એ જોઈએ કે આપણું લક્ષ્ય, આપણી મહત્ત્વાકાંક્ષા બધાના હિતમાં હોય. બાકી તો આપણે જાણીએ જ છીએ કે રાજા અશોકની મહત્ત્વાકાંક્ષા કલીંગાને જીતવાની હતી. યુદ્ધમાં હજારો લોકોના જીવન હોમાઈ ગયા. કલીંગા જીતાઈ ગયું, પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થઈ ગઈ પરંતુ તેમાં તેને મનની શાંતિ મળી નહીં. મહત્ત્વાકાંક્ષા ફક્ત આપણા જ વિકાસ અને સમૃદ્ધિ પુરતી જ સીમિત ન હોવી જોઈએ.

ખરેખર તો મહત્ત્વાકાંક્ષાનું ફલક એટલું વિશાળ હોવું જોઈએ કે તેમાં સમસ્ત સમાજનો વિકાસ સમાઈ શકે.

બાળપણથી જ ડૉકટર બની લોકોની સેવા કરવાની મારી મહત્ત્વાકાંક્ષા હતી. ડૉકટર બનીને જ હું મારું જીવન સાર્થક કરી શકીશ એવી મારી ધારણા હતી. અને એટલે જ જ્યારે ડૉકટર બનવાનું મારું સ્વપ્ન સાકાર ન થઈ શક્યું ત્યારે હું હતાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ. હું મારા જીવનની સ્થિરતા ખોઈ બેઠી, પરંતુ આવા વખતે મારે માથે આશીર્વાદ ભર્યા હાથ રાખી મારા માતા-પિતાએ મને આશ્વાસન આપતાં મહત્ત્વાકાંક્ષાનો ખરો અર્થ સમજાવ્યો. મને અહેસાસ કરાવ્યો કે ઈશ્વર માનવને, માનવ માનવ પ્રત્યેની જવાબદારીઓ લાદીને જન્મ આપે છે. માનવીનો જન્મ ધારણ કરીને માનવતાનું અજવાળું પાથરવાનું કાર્ય તેણે કરવાનું છે. દિવ્યજીવનના જ્યોર્તિધર એવા કવિશ્રી સુન્દરમ્‌નું કાવ્ય, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’યાદ કરાવીને કહ્યું, જીવનની મારી સૌથી ઉમદા મહત્ત્વાકાંક્ષા તો સાચો માનવ થવાની જ હોવી જોઈએ. આજે તો માનવી, માનવ જ ક્યાં રહ્યો છે? ભગવાને માણસને બનાવ્યો અને પછી માણસે ભગવાનને બનાવ્યો. રોજરોજ નવાનવા બાવાઓ, ભગવાનો, માતાજીઓ અવતરતા જ રહે છે. નાત-જાત, ધર્મ વધતા જાય છે, તેમતેમ બધા એકબીજાની સામસામે આવી બાખડ્યા કરે છે.

આપણે બાગમાં જઈ મહાલીએ છીએ પણ તેની પાસેથી કોઈ બોધપાઠ લેતા નથી. અનેક જાતના અને અનેક રંગના પુષ્પોથી ચમનમાં બહાર આવે છે. ફુલોના ગુલદસ્તામાં તેઓ એકબીજા સાથે અનન્ય સંવાદિતા રાખી કેવા શોભે છે? ફક્ત માણસ જ એકબીજા સાથે સંવાદિતા રાખી શકતો નથી.

આ જ વાત સમજાવતા ‘શૂન્ય’પાલનપુરીએ લખ્યું છે ને,‘વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં, ફક્ત એક માનવીને માનવીની જાત ખટકે છે.’

હિંદુ ધર્મની સુગંધમાં, મુસલમાન ધર્મની મહેક ભળી જઈ નવી આહલાદક સુવાસ કેમ નથી રચાતી? અલગ અલગ ધર્મના લોકો એકબીજા સાથે શા માટે અસભ્ય વર્તન કરે છે? માનવ ક્યારે સાચા અર્થમાં માનવ બનશે? માણસ ક્યારે પૃથ્વી પર વેર-ઝેર, હિંસા, હુંસાતુંસી વગેરેનો નાશ કરી, માનવતા ભરેલા વિચારો અને વર્તન દ્વારા આસપાસના વાતાવરણને પ્રકાશમય બનાવી અજવાળું પાથરશે? કોઈએ સાચું જ કહ્યું છે કે,‘લાગણીભીનો બને જો માનવી, તો જ આંસુ કોઈના લુંછાય છે.’ મારા જીવનની નૂતન મહત્ત્વાકાંક્ષા, એક સ્તવનની પ્રસ્તુત પંક્તિઓમાં ઝળકે છે.

‘મને હોંશ એવી ઉજાળું સરવને કિરણ ના મળે મારા મનના દીપકને, તમે તેજ આપો, જલે એવી જ્યોતિ, અમરપંથના સૌને કરાવે જે દર્શન.’ પ્રભુ મને સહિષ્ણુ અને માયાળુ બનાવે.

મારા અંતરમાં સદાય સ્નેહ, સહકાર અને સહાનુભૂતિની મીઠી સરવાણી વહેતી રહે. મનુષ્યમાત્રને જોઈને મારો મનમોર નાચી ઊઠે. મારા દરેકે દરેક શ્વાસમાંથી માનવતાની મહેંક આવે અને એમ કરતાં માનવતાની વેદી પર મારા જીવનનું અર્ધ્ય અર્પણ કરી દઉં એ જ મારી અભ્યર્થના, એ જ મારી મહત્ત્વાકાંક્ષા.

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૭)

(‘કચ્છ ગુર્જરી’ના જુન ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

• Willievek 24/11/2019 5:03am (17 days ago)

התחנה עונה 2 פרק 5 לצפייה ישירה
הנוכלות פרק 4 לצפייה ישירה
ריק ומורטי עונה 4 פרק 3 לצפייה ישירה

התחנה עונה 2 פרק 5 לצפייה ישירה
הנוכלות פרק 4 לצפייה ישירה
ריק ומורטי עונה 4 פרק 3 לצפייה ישירה

• Pornocon 24/09/2019 10:02pm (3 months ago)

Looking gay or shemale
foranotherdaiting@gmail.com
porno
porno https://saorp.ru porno

• Pornocon 24/09/2019 5:12pm (3 months ago)

Looking gay or shemale
foranotherdaiting@gmail.com
porno
porno https://saorp.ru porno

• descargar facebook 20/08/2019 12:01am (4 months ago)

Hello there! This post could not be written any better!
Reading through this post reminds me of my previous room mate!
He always kept chatting about this. I will forward this write-up to him.

Pretty sure he will have a good read. Thanks for sharing!

• minecraft games 19/08/2019 1:17pm (4 months ago)

I always used to read article in news papers but now as I am a user of net thus from now I am using net
for posts, thanks to web.

• descargar facebook 19/08/2019 6:29am (4 months ago)

Great article! This is the type of information that are supposed to be shared around
the web. Disgrace on the search engines for now not positioning this
submit higher! Come on over and consult with my web site .
Thanks =)

• plenty of fish dating site 14/08/2019 8:40pm (4 months ago)

Pretty! This was an extremely wonderful post. Many thanks for providing this info.

• dating site 01/08/2019 7:51pm (4 months ago)

Ahaa, its pleasant conversation about this post here at this blog, I have read all that,
so now me also commenting at this place.

• Rebpreepe 24/07/2019 1:19am (5 months ago)

Priligy Capsulas Viagra Le Monde Valtrex buy generic cialis online Amoxil Dosing For Sinus Infection Order Now Bentyl 20mg

• plenty of fish dating site 23/07/2019 3:39pm (5 months ago)

I'm truly enjoying the design and layout of your blog. It's a very easy on the eyes which makes it much
more enjoyable for me to come here and visit more often. Did you hire out a developer to create your theme?

Superb work!

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates