માં બાપને ભૂલશો નહિ

માં બાપને ભૂલશો નહિ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

સંતાન ને જન્મ,

ભરણ પોષણ,

શાળા અભ્યાસ,

મોજશોખ જલસા,

કોની જવાબદારી..?

મમ્મી હોમવર્ક બહુ છે હેલ્પ કરને.. 

પપ્પા બેટબોલ લેવા છે,પૈસા આપોને..

મમ્મી મિત્રો આવવાના છે નાસ્તો બનાવને..

પપ્પા એની પાસે છે એવી સાયકલ જોઈએ છે..

મમ્મી પિકનીકે જવું છે પપ્પા ને મનાવને,

પપ્પા આઈફોન નહીં તો નોટ 4 તો લઇ આપો..

બધી માંગો પુરી કરવી માબાપની જવાબદારી..

 

ને સંતાનની શું?

કેમ ગામડાઈ જેવી વાતો કરે છે મમ્મી..

પપ્પાની બુદ્ધિ બેર મારી ગઈ છે..

સમજતા જ નથી,

મારી પત્ની પણ એક માં છે, આવડે છે છોકરા સાચવતા એને,

પાપા હવે હું કીકલો નથી, સલાહ ન આપો આખો દિવસ,

શાંતિથી જીવો ને જીવવા દ્યોને યાર,

આખી રાત ખોં ખોં કર્યા રાખે છે, ઊંઘ બગડે છે હવે,

 

આવા શબ્દ સંભળાવવાની?

 

નાનકડો તાવ આવે ત્યારે આખી રાત જાગતી માં, આખી રાત ઉધરસ ખાય ને પાણીનો ગ્લાસ આપવાની યે જવાબદારી નહીં..

 

માબાપ તકતી પર સ્થાન નથી માંગતા, પણ જીવતા હોય ત્યારે માન માંગે છે.. આ માન અને સન્માન એ જ સંતાનની ફરજ અને જવાબદારી...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates