લ્યો સાવ નજીક આવી ગઈ...

લ્યો સાવ નજીક આવી ગઈ... - મયુર સંઘવી, રાઉરકેલા

તા.૨૫ શુક્રવાર

રંગોળી માં પૂરજો રંગ સરસ.... 

કે રંગીન થઈ જાશે* ધનતેરસ....

 

તા. ૨૬ શનિવાર

રહેજો હંમેશા લાગણી ને વસ...

કે શુભ થઈ જાશે કાળીચૌદસ....

 

તા. ૨૭ રવિવાર

સળગાવી નાખજો નફરત ની પાળી...

કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી...

 

તા. ૨૮ સોમવાર

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...

કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ...

 

તા. ૨૯ મંગળવાર

સંબંધોમાં કદી રાખવી ન ખીજ...

કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ... 

 

તા. ૩૦ બુધવાર

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ...

કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ...

 

તા.૩૧ ગુરુવાર

હરખ થી થઈ જવા લોથપોથ...

કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ...

 

તા. ૦૧ શુક્રવાર

"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ... 

વીતાવજો એકમેકથી લાભ પાંચમ...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates