લોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો

લોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો - દિનેશ રસીકલાલ શાહ / શ્રેયા દોશી

આજના લાકે ડાઉનના સમયમા સામાન્ય લોકોએે ઘરમાં જ બેસવાનું છે. કામ ધંધા બંધ છે. દરેક વર્ગ પોતાની રીતે મુંઝાયેલ છે અને કોરોના કોવીડ-૧૯ના ભયથી ભયભીત છે. આવા સંજોગોમાં ઘણા લોકો હતાશા, ડિપ્રેશનમાં જઈ શકે છે. તો આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેના માટે હાલમાં જ ભારતના વિખ્યાત લેખક તથા મોટીવેટર શ્રી શીવ ખેરાસાહેબે એક પ્રવચન આપેલ છે. તેના વિચારો હું રજું કરું છું. જે વાંચતા આપને જરૂર પ્રેરણા મળશે અને આપ હતાશામાંથી દૂર નીકળી શકશો એ માટે એમણે ઘણા સુઝાવો આપેલ છે. આ રોગચાળાની અસર નોકરીયાત વર્ગ તથા વેપારી અને ઉદ્યોગપતિ ઉપર કેવી પડશે તે પણ જણાવેલ છે. પરંપરાથી ચાલતું આવેલ છે. આ જગતમાં સમસ્યાઓ છે અને ચાલુ જ રહેશે. આ દુનિયામાં કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જેને આપણે બદલી શકીએ છીએ અને કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જેને આપણે બદલી શકતા નથી. દા.ત. હાલની કોરોના રોગચાળાની સમસ્યા.

ત્યારે આપણે આ પરિસ્થિતિને સ્વીકારી લેવાની અને એનો ઉકેલ લાવી સમાધાન શોધી લેવું જોઈએ. આ રોગથી ડરીને હાથ પર હાથ રાખી બેસી રહેવાથી કશું થઈ શકવાનું નથી. જે માણસો સમસ્યા ઉપર કાબૂ મેળવી લે છે, તેમાંથી રસ્તો શોધી લે છે તે માણસ સફળ થાય છે. સફળ માણસો પણ ભૂલો કરે છે પરંતુ ભૂલમાંથી પાઠ શીખે છે અને એ ભૂલ વારંવાર કરતો નથી, ભૂલમાંથી રસ્તો કાઢનાર માણસ સફળતાને વળે છે. આજની પરિસ્થિતિમાંથી બચવા માટે આપ ટી.વી, છાપાઓ વાંચવા તથા વારંવાર અથવા કલાકોનો સમય બગાડવા કરતા કોઈપણ સારી પ્રવૃત્તિમાં જોડાઈ જવું જોઈએ. જે લોકો કલાકોના કલાકો ટી.વી. વગેરે જોવામાં સમાચારો જુઓ છે.

તેઓમાં નકારાત્મક વિચારો આવે છે. માનસિક રીતે પડી ભાંગે છે અને છેલ્લે નિરાશા, ડિપ્રેશનમાં સરી જાય છે અને પોતાની રોગો સામે લડવાની શક્તિ ગુમાવી બેસે છે એટલે પ્રથમ સલાહ છે. ટી.વી. જોવાનું, સમાચારો સાંભળવાનું બંધ કરો, ઘણાખરા સમાચાર ખોટા અને નકારાત્મકતા હોય છે. જે આપણું આરોગ્ય બગાડે છે. માનસિક રીતે નબળા પાડી દે છે. અગર આપ સારું વાચન, સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ, મોટીવેશનવાળી બુકો વાંચશો તો એકાદ સલાહ વિચાર આવી જતાં આ ભવિષ્યમાં મોટી તકમાં બદલી શકશો, જીવનમાં સફળ થશો. સામાન્ય રીતે નોકરી કરતા માણસો ચાર પ્રકારના હોય છે. પ્રથમ સુપર સ્ટાર્સ જે પોતાનું કામ, પોતાની જવાબદારી સમજીને કરતા હોય છે અને જ્યાં નોકરી કરતા હોય તેઓ આગળ આવવા માગતા હોવાથી તે સંસ્થાનું ખૂબ જ હિત કરે છે. બીજો વર્ગ જો તેમને દોરવણી મળે તો કામ કરે છે. કામ કરવામાં ખૂબ જ હોંશિયાર હોય છે. કામ સારી રીતે કરે છે, પરંતુ તેમને દોરવણી આપનાર હોવો જોઈએ. ત્રીજો વર્ગ જે કામ ઓછું કરે છે, વાતો વધારે કરે છે. કામ કરતાં હોય તો વેઠ ઉતારતા હોય એવું હોય છે અને ચોથો વર્ગ મુસીબતો ઉભી કરનાર ઝઘડનાર વર્ગ હોય છે. આ કોરોનાના રોગચાળામાં ત્રીજા વર્ગના વાતો કરનાર નોકરિયાત તથા મુસીબતો ઉભી કરનાર ઝઘડા કરનાર વર્ગને ઘરે બેસવાનો જમાનો આવશે. ભવિષ્યમાં યાંત્રિકીકરણ, ઓટોમેશન આવશે.

અત્યારે આપને સમય છે તો સમયનો સદુપયોગ કરો. આપ આપના કુટુંબને સમય આપો સાથે મળીને કામ કરો. વાતચીત કરો. સારા પુસ્તકો વાંચો, જેનાથી આપને કંઈક નવું જાણવાનું, નવા વિચારો આવે, એકાદ કોઈપણ સારી સલાહ મળી જાય, આપના આરોગ્યને સુધારવા યોગ, મેડીટેશન, ધ્યાન, કસરત કરો, સારું સાદું જમો, સમયસર ઉંઘ લો, ટૂંકમાં આપનો સમય સારા કાર્યો, વાંચનમાં પસાર કરો અને દુનિયામાં જુઓ. તમારાથી કેટલા લોકો દુઃખી છે.

એમને યથાયોગ્ય મદદ કરો. તેમના દુઃખ જુઓ. આપ આપની માનસિક હતાશા ભૂલી જશો. આપ વિચારશો આપ કેટલા સુખી છો, દુનિયામાં કેટલા લોકો દુઃખી છે. હાલનો કંટાળો દૂર કરવા આપને સરસ સમય છે. જે લોકો સારા છે. બીજાનું ભલું કરે છે. તેમની સાથેના સંપર્ક ચાલુ કરો. સ્વાર્થમય સંબંધો ન કરો કે આ માણસ મને કામ લાગશે પરંતુ આપ વિચારો હું તેને કેટલો કામ લાગીશ. સારી સંસ્થાઓ અત્યારે ઘણું જ માનવતાનું કામ કરે છે. એવી સંસ્થાના લોકો સાથે સંપર્કમાં રહો અને આપની શક્તિ મુજબ સૂચન આપે જેનાથી ગરીબો, મધ્યમ વર્ગને રાહત થાય. એ લોકો પોતાના દુઃખી સમય સારી રીતે પસાર કરી શકે, ગરીબોને મદદ કરો. અનાજ, દવાઓ આપો, આર્થિક સહાય કરો અથવા સારી સંસ્થાઓ જેમની પાસે સારા કાર્યકર્તાઓ છે. તેમને આપની પાસે પૈસા હોય તો આવી સંસ્થાને પૈસા મોકલો અથવા આપની શક્તિઅનુસાર મદદ કરો.

અત્યારના સંજોગોમાં ડૉકટરો, નર્સો, બીજો સ્ટાફ, પોલીસો અને એવા ઘણા લોકો માનવતાનું કામ કરી રહ્યા છે તેમની સરાહના કરો અને એમનું જે લોકો અપમાન કરે છે તેની નિંદા કરો, માનવાના શત્રુઓનો બહિષ્કાર કરો, ભગવાન રામ જેવું કામ કરો. આપ આત્મસન્માન સાથે ઈર્ષ્યા-જલસીની ભાવનાનો ત્યાગ કરો.

આપ વિશ્વાસ કરો પરંતુ અંધવિશ્વાસનો ત્યાગ કરો એટલે કે ભગવાન ઉપર છોડી દો પરંતુ પરિશ્રમ કરો.

વેપારી ઉદ્યોગપતિઓને કદાચ સમય ખરાબ આવે પરંતુ ઘણા શહેરો જ્યાં કામકાજ શરૂ થયેલ છે ત્યાં પાછા વેપાર-ધંધો ઉદ્યોગો ખૂબ જ સારી રીતે શરૂ થયેલ છે. એટલે નિરાશ થવાની જગ્યાએ સારી પરિસ્થિતિ આવશે. આ ફક્ત થોડા સમયનો સવાલ છે. એવા આશાવાદી થાવ. અત્યારે લોનના પૈસા, હોટેલ, મુસાફરીના ખર્ચથી બચેલા છે. સરકાર ખૂબ જ પૈસા ઈકોનોમીમાં લાવવાની છે એટલે દરેક વસ્તુની ડીમાન્ડ ખૂબ જ સારી થશે. અત્યારે પણ દવા, અનાજ વગેરે જે લોકો મહેનતથી કામ કરે છે, એમનો સમય સારો જ છે. બાન સમય અનુસાર મુસીબતમાંથી માર્ગ કાઢનાર જ સફળ બને છે. ઈતિહાસમાં ઘણા જ દાખલાઓ છે. અંબાણી, અદાણી, સનફાર્માવાળાઓ સામાન્ય પરિસ્થિતિમાંથી મુસીબતમાંથી માર્ગ કાઢી આગળ આવેલ છે અને હાથ ઉપર હાથ રાખનાર ભાગ્ય ભરોસે કામ કરનાર ક્યારે પણ આગળ આવતા નથી. ભૂલો, મુસીબતોમાંથી રસ્તો કાઢો. આપ મહેનત, બુદ્ધિ વાપરી પ્રમાણિકતાથી આગળ આવ્યા છો તો અત્યારે તમારી પાસે પૈસા છે. તો અત્યારના સંજોગોમાં ગરીબો, મધ્યમ વર્ગ અથવા જેમને બીમારી આવેલ છે, જેમની મૂડી-બચત સાફ થઈ ગયેલ છે તેમુનં દુઃખ દૂર કરવું આપણી ફરજ છે. આવા ઘણા દાખલાઓ આપણા સમાજમાં છે. ઘણી સંસ્થાઓ, ટ્રસ્ટો ઉમદા કામ કરી રહેલ છે. ગરીબોને અનાજ, આર્થિક મદદ, મધ્યમ વર્ગને વગર વ્યાજે પૈસા આપે છે. અમુક ટ્રસ્ટો દવાઓ આપે છે વગેરે ઉત્તમ માનવતાનું કામ કરે છે. તેમને બિરદાવો, તેમને મદદ કરો, મદદ કરવાથી પૈસાનો સદુપયોગ થશે. આપને માનસિક સારું કર્યાનો સંતોષ થશે અને સમાજમાં શાંતિ હશે તો ચોરી, લૂંટફાટ નહીં થાય. તોફાનો નહીં થાય અને દરેક ગરીબ ભૂખ્યો નહીં સૂવે, સારું કરવાથી ભગવાન પણ આપણને ખૂબ જ શક્તિ- માનસિક તાકત આપશે, આપનું આરોગ્ય પણ સારું રહેશે, આપનું મનોબળ, ઈમ્યુનિટી પણ સારી રહેશે.

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates