Live in Present

Live in Present - નિરંજના જિતેન્દ્ર શાહ

‘ઑ મેડમ, ક્યાં ખોવાઈ ગયા, શું વિચાર કરો છો?’ (કીટ્ટી પાટીમાં હાઉસી રમતી નંદિતા હાથમાં હાઉસીની ટિકીટ રાખી, કંઈ વિચારી રહી હતી.) હેં શું કહ્યું? કહેતી નંદિતા ઝબકીને આજુબાજુ જોવા લાગી.

‘નંદિતા તારી હાઉસી જો. ઈલેવન નંબર હોય તો છેકી નાખ અથવા રાઈટ કર.’ રંજના નંદિતાને કહી રહી હતી.

‘રંજના, મારે પાંચ વાગે ઘેર પહોંચવાનું છે. યાદ કરાવજે.’ નંદિતા બોલી ઉઠી.

અરે! નંદિતા, બી રીલેક્સ. ૩.૩૦ મિનિટ થઈ છે. પ્લીઝ હમણાં તો શાંતિથી પાટર્ી એન્જોય કર.’*

**

‘ઉફ, આ વૅકેશન- ગરમીનાં દિવસો, અથાણા-મસાલાની સીઝન.. ને વાનર સેનાનાં (છોકરાઓ) તોફાન, મહેમાનોની અવર-જવર, ચાર્મિ જાણે કોઈ હોરર મુવીનું ટ્રેલર જોઈ રહી હોય તેવા ટેન્શન સાથે બોલી રહી હતી.

ઓહ! ચાર્મિ, અત્યારે તો આપણે એસી બેડરૂમમાં છીએ. અિં ઙયિતયક્ષિં આપણે લોંગ વીક એન્ડ માટેનો ........... વેકેશનમાં ખબર છે.. ચાર્મિ નોનસ્ટોપ બોલ્યા કરતી હતી.

‘ચાર્મિ ગયા વર્ષનું વેકેશન.. હવે આવનાર વેકેશન. બધું ભૂલી જા. આવતા ગુરુવારનો સુંદર પ્લાન. મિતને ચાર્મિ તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે.. સ્વીટી, પિન્કુ, આપણે શોર્ટ પિરીયડમાં ઘણું બધું ફન કરવું છે.

Tell me your ideas.

***

‘નીલા, તું ખરેખર નસીબદાર છે. તારા દિયર, નણંદો, ભાભી-ભાભી કરતાં તારી પાછળ પાછળ ફરે છે. તારી કેટલી સંભાળ રાખે છે.’ જ્હાનવી નીલાને કહી રહી હતી.

‘તે તો રાખે જ ને. મારા સાસુ-સસરાનું અવસાન થયું ત્યારે આ બધા નાના-નાના હતા. તેઓને ભણાવ્યા-ગણાવ્યા, આજે સમાજમાં તેઓનું જે સ્ટેટસ છે તે અમારા લીધે જ છે.’

**

‘મહિલા મંડળમાં સેક્રેટરીનાં હોદ્દા પર બિરાજમાન તારા મમ્મીએ, સમાજ પ્રત્યેની મારી કાર્યવાહીને બિરદાવી પરંતુ તે દિવસે મને કેવી ઉતારી પાડી હતી. એ હું કેમ ભૂલી શકું?’

**

આવા સંવાદોથી ભરપુર એપિસોડ અવારનવાર આપણી આજુબાજુ ભજવાયા કરતાં હોય છે. આપણે પણ તેમાંના એક હોઈએ છીએ. ક્યારેક ભૂતકાળના બોજ નીચે દબાતાં હોઈએ છીએ. ક્યારેક ભવિષ્યની ચિંતા સાથે જ હોય છે.

ચાલોને મિત્રો, વર્તમાનની ક્ષણોનો રણકાર સાંભળી લઈએ.  

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates