ક્યારેક

ક્યારેક - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

ક્યારેક તમે આવો, ક્યારેક અમે આવીએ.

ક્યારેક તમે કંઈક મોકલાવો, ક્યારેક અમે કંઈક મોકલાવીએ.

ચાલોને યાર સ્વાર્થ વગર, આપણે મનથી સંબંધ નિભાવીએ.

હવે કેટલા વરસ જીવીશું? ને કેટલું સાથે લઈ જશું?

ઈર્ષ્યા અહંકાર મૂકીને, હૃદયથી એકમેકને સ્વીકારીએ.

તમે આમ કરો તો જ સારા અમે આમ કરીએ તો જ સારા.

આવા સ્વભાવને હવે, ગંગામાં પધરાવીએ.

(નુકશાન) હવે જવા દો. પહેલાં શું થયું? રહેવા દો.

જીવનના અંતિમ પડાવને, સુખદ સમુનથી સજાવીએ.

ચાલોને આપણા સ્વભાવને, હવે શાંત-સરળ બનાવીએ.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates