મારાં સ્વપ્નો જ્યારે ચકચૂર થતાં જાય, તારાની જેમ ખરી પડે,
ત્યારે હું મારા સંતાનોમાં એ સ્વપ્નની ઝલક પૂરી
કરવાનો આસ્વાદ કેળવું છું.
જે મેં નથી મેળવ્યું, તે નવી પેઢીના આજના જનરેશનને જરૂર મળે.
કળિયુગના કાળ પ્રમાણે સંતાનોને દરેકમાં કાર્યરત બનાવ્યા.
જેમ જેમ કાર્યરત બનાવતી જાઉં છું.
તેમ તેમ ઉદ્યમીની જગ્યાએ તેઓ પ્રમાદી બનતાં જાય છે.
ખરેખર કુદરતનો કેવો ડોળ છે?
જેને સહકાર મળે છે તેને કંઈ કરવું સૂઝતું નથી,
ને ચારે બાજુથી નિરાશાથી ઘેરાયેલો
આખિર હિમાલયને સર કરીને રહે છે.
(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)