કોઈક આવીને હસી ગયું

કોઈક આવીને હસી ગયું - જુમખલાલ સી. શાહ, માંડવી

કોઈક અમથું આવીને હસી ગયું, એ પછી હૃદય -

એની મૂળ જગ્યાએથી ખસી ગયું.

હસતાં હસતાં એ હૃદયને પૂછી રહ્યું,

કેમ? તારી જગ્યાએથી ખસી ગયું?

પૂછયું એટલે એના હૃદયમાં સોસરું ઉતરી ગયું,

કોઈક આવીને અમથું હસી ગયું.

દિલમાં પ્યારના તાર ઝણઝણી ઉઠ્યા,

કોઈક આવીને અમથું હસી ગયું.

હસતાં હસતાં બંનેની આંખ મળી ને,

હસવામાં ને હસવામાં પ્યાર થઈ ગયો.

પ્યારમાં ને પ્યારમાં -

બંને એકબીજાના યાર થઈ ગયા,

કોઈક આવીને અમસ્થું હસી ગયું.

યાર તો ભલે થઈ ગયા, પ્યારમાંને પ્યારમાં.

એકબીજાને પરણી ગયા.

કોઈક આવીને અમથું હસી ગયું.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates