કોઈ કામમાં કંટાળો ન લાવો

કોઈ કામમાં કંટાળો ન લાવો - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

કોઈ કામ નાનું નથી મોટું નથી, કોઈ કામમાં શરમ જેવુ ન રાખો, બસ કાર્ય કરતાં રહો.

હમણાં થોડા સમય પહેલા જ લોક ડાઉનની પરિસ્થિતીમાં અમુક સુપર સ્ટાર પણ કાર્ય કરતાં હોય તો આપણે શી શરમ? વચ્ચેના સમયગાળામાં એક વિડીયો વાયરલ થયો હતો. કેટરીના કૈફ પણ પોતાના કિચનમાં વાસણ કરી રહી હતી, તો પછી આપણે શું?

કાર્ય કરતી વખતે કોઈ કોઈની પરવાહ ન કરો, શું કહેસે બીજા, આમ તેમ. ફક્ત પોતાની જાત સાથે સહમત થઈ કાર્ય કરો, જેમ કે  જે કાર્ય કરવાનો જ હોય છે, ગમે તે રીતે પૂર્ણ કરવાનું જ હોય છે, પછી તે શાંતથી કરો કે ગુસ્સાથી. દરેક કાર્યને હળવાસથી લ્યો, બોજની રીતના નહિ. શાંતિથી વ્યવસ્થિત રીતે રમતની  જેમ કરો.

જુઓ મિત્રો આ નુસખો અજમાવી જો જો. એ કાર્ય વ્યવસ્થિત થાશે, યોગ્ય રીતે પારાવાર થઈ જશે. જેમ કે સ્ત્રીઓને સતત  કાર્ય કરવું પડતું હોય છે, ઘરની તમામ જિમ્મેદારી, બાળકો, પરિવારની, આવી અનેક. જેમ કે ટાઇમ ટેબલ બનાવી દો, આના પછી આ કાર્ય કરવું, સતત કાર્ય કરતાં બહુ થાકી ગયા હોતો વચ્ચે થોડો આરામ લઈ લો, જેથી વચ્ચે રેસ્ટ મળતા વળી કાર્ય માટે ઉત્સુકતા વધશે. દરેક અધરા કાર્યને હળવું બનાવી દો, તેને શાંતિથી પર પાડો, તો જિંદગીમાં જિંદાદિલી તમે માણી શકશો…….!

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates