કટોકટીનો સમય

કટોકટીનો સમય - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

કટોકટી જેવો સમય આવી ગયો છે. સખત હેલ્પનેશનો અનુભવ થશે

૧)          બે વખત નહી એક વખત રાંધીએ. રાંધણ ગેસ બચાવીએ. ગેસ આપવાવાળાને પણ પરિવાર છે.

૨)          બધા એક રૂમમાં રહીએ. વીજળી બચશે.

૩)          પાણીનો બગાડ ન કરીએ.

૪)          જરૂરિયાત ઓછી કરી નાખીશું. ચીજવસ્તુઓ લિમિટમાં મળશે એવું બની શકે.

૫)          ખોરાકનો બગાડ ન કરીએ.

૬)          ઘરનું વાતાવરણ હળવું રાખીએ- આપણે સતત ઘરમાં રહેવા ટેવાયેલા નથી. ખાસ તો બાળકો કંટાળી જશે.

૭)          સારું વાંચન અને વાર્તાલાપ કરી મન હળવું રાખીએ. કંટાળો આવવાનો ચાલુ થવાનું છે.

૮)          કામ વગર બિલકુલ બહાર ન નીકળીએ.

૯)          આ વાઈરસ ફક્ત સ્પર્શથી નહીં હવાથી પણ ફેલાય છે એટલે એ વિશે પણ ધ્યાન આપીએ.

૧૦)       આવેલી પરિસ્થિતિ કાયમ નથી રહેવાની પણ લાંબો સમય એની અસર રહેશે માટે નાણાકીય બાબતો પર નજર રાખીએ.

૧૧)       હવેના બે મહિના સરકારી ફરમાન આ રહેશે. એ યાદ રાખી તૈયાર રહીએ.

૧૨)       દદીઓના નવા આંકડા આઘાત પમાડી શકે છે તો માનસિક રીતે મજબૂત રહીએ.

૧૩)       પાણી અને પ્રાણીજન્ય રોગો ન ફેલાવા સફાઈ તરફ ધ્યાન રાખીએ.

૧૪)       સારા નાગરિક સાબિત થવાનો આ મોકો છે.ગુમાવી ન શકીએ.

 

 

 

(કચ્છ ગુર્જરી મે ૨૦૨૦માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates