જોવાની દૃષ્ટિ

જોવાની દૃષ્ટિ - રિલ્પા મહેતા, માધાપર

આપણે કોઈ પણ બાબતને તટસ્થતાથી, વિધાયક રીતે નિહાળતા નથી. આપણે જાણે પૂર્ણ હોઈએ તેમ દરેકમાં રહેલી અપૂર્ણતા જોતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિનો અવાજ સરસ હોય પરંતુ દેખાવે શ્યામ હોય તો આપણને તે શ્યામ છે એ પહેલાં ધ્યાનમાં આવશે. પછી થશે ખરું કે અવાજ પણ સરસ છે. ખરેખર તો આપણને દરેક પળમાંથી આનંદ કેમ નથી મળતો? એ પ્રશ્નનો જવાબ છે કે આપણું મન સતત દુઃખને સંભારતું જ રહે છે. આપણને કોઈની ભૂલ પહેલાં દેખાય છે, પછી જ તેની આવડત દેખાય છે.

માણસે ફક્ત નજર બદલવાની જરૂર છે તો આપણી આખી જિંદગી બદલાઈ જાય છે. દૃષ્ટિ શુભ જોવાની હશે તો બધુ શુભ થશે. ફક્ત માનવે વિચારવાની જોવાની અગ્રતા અને રીત બદલવાની જરૂર છે. જીવનને જોવામાં દૃષ્ટિ ઘણો મોટો ફાળો આપે છે. જીવનને જોવામાં જો તમે સારી બાબતો કેળવશો તો તમારી આંખ શુભત્વ ને સતત પામશે.

(કચ્છ ગુર્જરીના જુલાઈ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates