જો અને તો....

જો અને તો.... - રોશની ગૌતમ શાહ, ભુજ

સામાન્ય જીવન માનવીનું,

ક્યારેક જો અને તો માં અટવાતું,

જો આમ કર્યું હોત, તો આમ થયું હોત!

સકારાત્મક અને નકારાત્મક વિચાર.

એવો ડંખતો દિલમાં.

ક્યારેક સવળું તો ક્યારેક અવળું,

થઈ જાય જીવનમાં.

દિવસ અને રાત જેમ.

સુખ, દુઃખ ખમતું આ જીવન.

જે થયું તે સારું થયું.

એ વિચારે ચાલશે જો મન.

સુંદર બાજુ જીવનની સાંપડશે.

મૂલ્ય જીવનનું સમજાશે.

રેસનો ઘોડો થયા વિના,

દોડવાનો આનંદ લીધા કરીએ.

નથી મળવાની આ ક્ષણ ફરીને,

ક્યારેય વિચાર્યું આપણે..?

જો મળ્યું ન હોત આ માનવજીવન અને

વીર પ્રભુનું શાસન તો..?

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates