જિંદગી શું છે?

જિંદગી શું છે? - ધનસુખ અમરશી મોરબીઆ, દાદર

૧) દરેક માણસના હૃદયમાં બે જિંદગી હોય છે. એક જે જીવે છે તે અને બીજી જે જીવવા માંગે છે તે.

૨) જિંદગીની ગતિ અને આપણી મતિ આપણને વધુ સારા માણસ બનાવે એવી હોવી જોઈએ.

૩) આખી જિંદગી અત્તર છાંટી છાંટીને મરી જશું તો પણ રાખમાંથી સુગંધ નહીં આવે, પણ કોઈના અંતરાત્માને જો ઠારીએ તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે.

૪) લાગતું હતું કે જિંદગીને બદલવામાં સમય લાગશે, પણ ક્યાં ખબર હતી કે આ બદલાયેલો સમય જ જિંદગી બદલી નાખશે.

૫) ધારીએ એવું થતું નથી, અને વિચારીએ એવું હોતું નથી, એનું નામ જિંદગી.

૬) ‘અમૂલ્ય દોસ્તી’ સાથે પૈસાની તુલના ન કરવી કારણકે પૈસા બે દિવસ કામ આવે છે, જ્યારે સંબંધો આખી જિંદગી કામ આવે છે.

૭) જિંદગીનો આનંદ પોતાની રીતે જ લેવો જોઈએ, લોકોની ખુશી માટે સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે.

૮) જિંદગીમાં બે વસ્તુ છૂટવા માટે જ બની છે. શ્વાસ ને સાથ, શ્વાસ છૂટે તો માણસ એક જ વાર મરે છે. અને સાથ છૂટે તો વારંવાર.

૯) કોણે કહ્યું કે મોટી ગાડીઓની સફર જ સારી હોય છે, સારા મિત્રો સાથે હોય તો પગપાળી જિંદગી પણ મજેદાર હોય છે.

૧૦) શું વેચીને તને ખરીદું ‘જિંદગી’.

૧૧) જિંદગી સીતાફળ જેવી છે. હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળીયો આવી જાય છે.

૧૨) જિંદગી તારો આ કેવો ફેંસલો છે, એક માણસના ‘આગમન’ની ખબર નવ મહિના પહેલાં જ આવી જાય છે, પરંતુ જવાની ખબર નવ સેકન્ડ પહેલાં પણ નથી આવતી.

૧૩) પગ ભીના કર્યા વગર, સમુદ્રને પાર કરી શકાય, પરંતુ આંખો ભીની કર્યા વગર જિંદગીને પસાર કરવી શક્ય નથી.

૧૪) સાગરના મોતી શોધવા સહેલાં છે, પણ માનવીના મન સમજવાં અઘરાં છે.

૧૫) જિંદગી ભોગપ્રધાન નહીં, પણ ત્યાગપ્રધાન બને તેવો દૃષ્ટિકોણ અપનાવો.

૧૬) ગરીબીમાં બાળપણ ચાલ્યું ગયું, જવાબદારીમાં જવાની ચાલી જશે, શરીર અને પરિવારને સાચવતાં, આ જિંદગી સપનાં જોતાં ચાલી જશે. એટલે જ કહું છું આજને માણી લો, કાલની ચિંતા છોડી દો.

૧૭) જિંદગી સાવ નાની છે, તો ય ભઈલા મજાની છે, જો જીવતાં આવડે તો સારું, નહિંતર પરેશાની છે.

૧૮) થોડી લાગણીભર્યા સંબંધોની તરસ છે, બાકી તો જિંદગી બહુ સરસ છે.

૧૯) બધું જ સમજવાની જિંદગીમાં કોશીશ ન કરશો, કેમ કે કેટલીક વાતો સમજવા માટે નથી હોતી, પણ સ્વીકારી લેવાની હોય છે.

૨૦) એક દિવસ તમને સવાલ જિંદગીથી નહીં, પણ ખુદથી થશે, કે સાલી જિંદગી સામે હતી અને આપણે દુનિયાદારી સાચવવામાં ખુદ માટે જીવવાનું ભૂલી ગયા.

૨૧) ફૂલ બનીને હસવું એ જિંદગી છે, હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે, જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું? કોઈના માટે હારીને ખુશ થવું એ જિંદગી છે.

૨૨) સાંભળ્યું છે કે જિંદગી પરીક્ષા લે છે, પરંતુ અહીં તો પરીક્ષાઓએ પૂરી જિંદગી લઈ લીધી.

૨૩) રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે, જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને? મેં કહ્યું, દફતર હવે ખભે નથી, એટલું જ. બાકી લોકો હજુય ભણાવી જાય છે!

૨૪) જિંદગી પરિસ્થિતિ મુજબ જ જીવવી પડે, સુવિચાર મુજબ તો ગાભા નીકળી જાય.

૨૫) જિંદગી પણ પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોઝ છે, જલસા કરો તો મોજ છે, બાકી બધાને પ્રોબ્લેમ તો સાહેબ રોજ છે.

૨૬) સાંજે કરમાઈ જવાના, એ ખબર છે ફૂલને, તોય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે, બસ, એનું જ નામ જિંદગી!

૨૭) નાનપણમાં દોરી અને પ્લાસ્ટિકના ગ્લાસ બાંધીને ફોન ફોન રમતા હતા. એ વખતે ક્યાં ખબર હતી કે જિંદગી આ ફોનમાં જ સમાઈ જશે.

૨૮) જો તમને કોઈ એવા વ્યક્તિની તલાશ છે, જે તમારી જિંદગી બદલાવી દે તો એ વ્યક્તિ તમને અરીસામાં જોવા મળશે!

 

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates