જિંદગી

જિંદગી - રોશની ગૌતમ શાહ, વર્ધમાન નગર (ભુજ)

વીતી જશે જિંદગી આમને આમ
ક્યારેક
સમય અને સંજોગ દેશે નહિ સાથ
પણ
ક્યારેય સ્વજનોના છોડશું નહિ સાથ
જિંદગી લે પરીક્ષાઓ ઘણી
છતાં
હૈયે રાખશું હામ સફળતાતણી
દિલ ને રાખશું સહાનુભૂતિ થી ભરપૂર
જેથી
જીવન રહેશે સદા મધુર
આજે છીએ દૂર સ્વજનોથી
સમય જતા
એકબીજાને મળશું અનંદથી
ભલે કોરોના એ કર્યું જીવન મુશ્કેલ
ફરી
નવીનતા ને કરશું હાંસિલ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates