જિંદગીનું અજબ ગજબનું પરિવર્તન

જિંદગીનું અજબ ગજબનું પરિવર્તન - હર્ષા પ્રદીપ શાહ

કોરોનાના કાળા વાદળાની રૂપેરી કોર ક્યારેક મનુષ્યએ કલ્પના કરી હોય કે માનવી પાંજરામાં અને પક્ષીમુક્ત ગગનમાં, પશુ મુક્ત ગમના ગમનમાં.. માર્ચ-૨૦૨૦. મારી જિંદગીનું અજબ-ગજબનું પરિવર્તન. ઘરની લક્ષ્મણરેખા, ઓન લાઈનથી બિઝનેશનું કામ, ઘરનું કામ જાતે કરવાનું,

ઘરના બધા સભ્યો સાથે બેસીને નાસ્તો, લંચ અને ડિનર - ક્યારેય આવી કલ્પના કરી ન હતી. સંગીતનાં ઓનલાઈન ક્લાસ, લંડન, મદ્રાસ, મુંબઈથી ઘરનાં બધા સભ્યો સાથે ઓનલાઈન સ્વાધ્યાય. આ છ મહિનામાં તો જે શીખવા મળ્યું તેવું આટલા વર્ષોની મહેનતમાં પણ શીખવા મળ્યું ન હતું. જિંદગીનું મૂલ્ય આ કોરોનાએ મને શીખવ્યું. હવે દંભ વગરની જિંદગી, ઈસ્ત્રી વગરના કપડાં, ઘરનાં બધા સભ્યો હસતા, રમતા બધું કામ, કિલ્લોલ કરતાં કરીએ. આનંદ.. આનંદ.

પોતાની પ્રવૃત્તિને મેં એવી ગોઠવી દીધી કે પહેલાની દોડધામ શું સાચી હતી? આ પ્રશ્ન હું મારી જાતને પૂછી રહી છું. કેટલી નકામી ચીજો આપણી જિંદગીમાંથી ભૂંસાઈ ગઈ તે અહેસાસ થતા, સાચો પોઝીટીવ વિચાર કરીએ તો કોરોનાએ આપણને મોટો પાઠ ભણાવ્યો છે. પણ સાથે સાથે સાવચેત રહીને બહાર આવવા જવાની પ્રવૃત્તિ જરૂર પૂરતી કરવી તો રહી જ..

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates