જિંદગી

જિંદગી - ડૉ. મેહા સંઘવી, ભુજ

અરે વાહ જિંદગી ! કયા કયા રૂપમાં આવી, કેવા કેવા રંગ દેખાડે છે, તેની કલ્પના કરવી જ અકલ્પનીય છે. જિંદગી દોરંગી છે, કયારેક ખુશી તો કયારેક ગમ . આ શબ્દ બહુ નાનો છે પણ એટલો જ ગહન ચિંતન અર્થ ધરાવે છે . આ જિંદગી ! Life! કોઈ પણ આડંબર વગર જિંદાદિલીથી જીવાતી દરેક પળને જિંદગી કહીંશુ તો એમાં કશુ ખોટું નથી. આ જિંદગી એક વાર જ મળે છે તેને કેવી રીતે જીવવી અને કેવી રીતે જીતવી એ તો જિંદગી જીવનાર પર આધારિત છે . આ જિંદગીમાં દરેક વ્યક્તિને કઇંક ને કઇંક મેળવી લેવું છે - પામી લેવું છે।  તેને સાર્થક કરી લેવું છે કેવી રીતે આ જિંદગી ઉપર ' માહિર ' થવું એ તો વ્યક્તિ પોતે જ નક્કી કરી શકે છે. કોઈ પ્રરેણાદાયી શબ્દો બોલવાની - કે લખવાની વાત અહીં કરી રહ્યા નથી, બસ કુદરત તરફ થી મળેલ બક્ષિસરૂપે આ જિંદગી સારી રીતે જીવાવી જોઈએ . જે મળ્યું છે તેનો હિસાબ કરી તેનો ભાગાકારમાં બાદબાકી કરતા ગુણાકારના સરવાળા કરવામાં આવે તો કદાચ મળેલી વસ્તુનો, વ્યક્તિનો, પરિસ્થિતિનો આનંદ ઉઠાવી પોતાના જીવનરથના પૈડાંને આગળ ધપાવી શકાય ખરું ! જિંદગી એક વાર મળી છે તો તેને શા માટે સારી રીતે, સંતુષ્ટ રીતે બધાની સાથે હળી મળીને ન જીવી લઈએ ! ચાલ આપણે જીવી લઈએ ! ચાલ આપણે જીવી લઈએ !

આજની 21 મી સદીમાં જિંદગી જીવવી બહુ સરળ થઇ ગઈ છે . જે માંગીએ તે તરત જ મળી રહે છે. પહેલા જેવા કષ્ટો કે દુઃખો આજે રહયા નથી આજનો કહેવાતો આ યુગ વધારે વ્યવહારુ અને શિક્ષિત થઇ ગયો છે માટે આગળ વધી રહ્યો છે. આજની ફિલ્મો પણ આ વાતને સમર્થન આપી રહ્યું છે . એક પ્રેરણા પુરી પડી રહ્યું છે.  જે ખરેખર વાસ્તવિક જીવનના ઉદાહરણ આપે છે. હારીને પણ જીતવાની કળા શીખવાડે છે. આવી મોટિવેશનલ ફિલ્મો જેવી કે મેરી કોમ, ભાગ મિલખા ભાગ, દંગલ, M. S. Dhoni – The Untold story, Three Idiots, તારે જમીન પે, મિશન મંગલ, સિક્રેટ સુપરસ્ટાર, સુપર-30, આરક્ષણ, આવી તો કેટલીય મૂવીઝ આપણી સમક્ષ એક જીવંત ઉદાહરણ -જીવંત વ્યક્તિ દેખાડે છે આજની કહેવાતી મોડર્ન પેઢી માટે! આ ફિલ્મોમાં મહદ્દઅંશે શિક્ષણ સાથે તેમની અંદર રહેલી કળા-હુન્નરને બહાર કાઢવાની, દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનો એક સહજ પ્રયત્ન આજની યુવા પેઢી સમક્ષ મુક્યો છે. શિક્ષણનું મહત્વ શુ છે તે આ ફિલ્મો દ્વારા સમજી શકાય છે. આ ફિલ્મો આ સમયની સાક્ષી પુરે છે તેમજ આજના મોડર્ન વિચારો દેખાડે છે - સારા નરસા જે પણ છે તે આજના સમયની આપણી વિચારવાની ક્ષમતા અને વિચારસરણી દેખાડે છે જે આપણા વિચારો પણ સીધી અસર કરે છે।  આ બધી ફિલ્મોમાં લીડીંગ કેરેકટરને કોઈ ને કોઈ રીતે પ્રોબ્લેમ્સ આવ્યા છે પણ તેમાંથી કંઈ રીતે ઉભરી આવવું - ઉપસી આવવું - કંઈ રીતે પોતાની જાતને ટકાવી રાખવું - એનો આબેહૂબ ચિતાર દેખાડયો છે .

પ.પૂ.જ્ઞાનવાત્સલ્ય સ્વામી પણ પોતાની સ્પીચોમાં કહેતા હોય છે  ' સરળતાં મળી જવી એ  વાત જુદી છે પણ જયારે નિષ્ફળતા  મળે છે ત્યારે તેને કેવી રીતે હૅન્ડલ કરો છો તમે - કેવી રીતે ટેકલ કરો છો - કેવી રીતે બહાર આવો છો એ ખૂબ અગત્યનું છે.’ નિષ્ફળતાને  કેવી રીતે પચાવો છો તે તમારી જિંદગીનો મહામૂલો  અવસર બની જાય છે ત્યારે જ ખરેખર વિચાર આવી જાય - જિંદગી શુ છે ? માત્ર સફળતા મેળવવી ! નિષ્ફળતાનો સામનો કરવો ! હર - હંમેશ ખુશ રેહવું ! શુ છે આ જિંદગી ! જિંદગીની વ્યાખ્ય। વ્યક્તિ એ વ્યક્તિ એ બદલાય છે અને જીવાય છે સાથે સાથે જીતાય પણ છે. થોડું વિચારી તો જોજો, ખરેખર શુ છે આ જિંદગી,...!

હરપળ આણંદ  - હરપળ અણ - આણંદ

આ બે દોરની વચ્ચે જીવાતી આ જિંદગી

કોણ જાણે જિંદગી ક્યાં ક્યાં રૂપમાં આવી

ક્યાં ક્યાં રંગ તે સાથે લાવી ! તે સાથે લાવી !

હસતા રમતા કપાઈ જશે આ પૂરી જિંદગી

છતાંય ' જિંદગી ' માટે રહી જશે અમુક ' જિંદગી ' !

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates